પોર્ટ પર સ્ટેમ્પ ડ્યૂટીના મુદ્દે નારાજગી
Bhaskar News, Gandhidham | Jul 01, 2012, 06:05AM IST
મુન્દ્રા પોર્ટ ખાતે ક્લિયરિંગ એજન્સીઓ પાસેથી ખોટી રીતે સ્ટેમ્પ ડયૂટી વસૂલાતી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે ગુજરાત હાઇકોર્ટનો આદેશ હોવા છતાં તેનું પાલન ન કરાતું હોવા છતાં પણ ક્લિયરિંગ એજન્સીઓ સાથે જોડાયેલા લોકો જણાવી રહ્યા છે.
મળતી વિગતો મુજબ ક્લિયરિંગ એજન્સીઓ સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે, માલ મગાવનાર અને માલ મોકલનાર એક જ પાર્ટી હોય એટલે કે સેલ્ફ ઇન્પોર્ટરવાળા કિસ્સામાં કોઇ પણ જાતની સ્ટેમ્પ ડયૂટી ન લેવાનો ગુજરાત હાઇકોર્ટનો આદેશ છે, પરંતુ મુન્દ્રા પોર્ટ પર સેલ્ફ ઇન્પોર્ટર પાર્ટી પાસે સ્ટેમ્પ ડયૂટી વસૂલવામાં આવે છે.
આ અંગે કંડલા કસ્ટમ હાઉસ એસોસિયેશનના સહિતના સંગઠનોએ અવારનવાર કલેક્ટરનું ધ્યાન દોર્યું છે.






