Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Kutchh >> Bhuj
 

કેરામાં બે દારૂડિયાએ આતંક મચાવ્યો

 
Source: Bhaskar News, Baladiya   |   Last Updated 3:22 AM [IST](02/12/2011)
 
 
 
 
Advertisement
 
કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાડતી ઘટના : લોકોમાં ભય
સાઇડ આપવાની વાતે એસટી બસના ચાલક પર હુમલો
રોકવા ગયેલા કોન્સ્ટેબલને પણ કુહાડીનો ઘા માર્યોù
એક શરાબી રોફ જમાવતો હતો ત્યાં એનો ભાઇ પણ સામેલ થયો
અઢી કલાક સુધી ભુજ-મુન્દ્રા રોડ પર ટ્રાફિક જામ


ભુજ તાલુકાના કેરા ગામને બે દારૂડિયાએ જાણે બાનમાં લઇને આતંક મચાવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની પોલ ભાળી ગયેલા આ શખ્સોએ એસ.ટી.બસના ચાલક સાથે સાઇડ આપવાની વાતે મગજમારીને ડખો શરૂ કર્યો હતો. જેમાં ડ્રાઇવર પર કુહાડીથી હુમલો કરવામાં આવતા મામલો ગરમ બની ગયો હતો. સ્થળ પર પહોંચેલા એક કોન્સ્ટેબલને પણ એકે કુહાડીનો ઘા મારી લીધો હતો, આખા ગામમાં ભયનું વાતાવરણ ફેલાવનારી આ ઘટનાથી ભુજ-મુન્દ્રા રોડ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી. સેંકડો વાહનો અઢી કલાક સુધી અટવાઇ ગયાં હતાં. મુન્દ્રામાં સતત ઔદ્યોગિક ધમધમાટના કારણે ભુજ અને મુન્દ્રા વચ્ચે સેન્ટર પોઇન્ટ બનેલાં કેરા ગામમાં ગુરુવારે રાત્રે બે દારૂરિયા યુવાનોએ ભારે ધમાલ મચાવ હતી.

સ્થળ પરથી માલુમ પડેલી વિગતો પ્રમાણે ભજથી મુન્દ્રા જઇ રહેલી જીજે૧૮ વી ૪૭૭૫ નંબરની બસ અને જીજે૧૦વી ૪૯૨૩ નંબરની યુટીલિટીના ચાલક એવા કેરા ગામના કિશોર દેવજી વાગડિયા કુહાડીથી એસ.ટી.ના ચાલક પર હુમલો કર્યો હતો, જેમાં એસ.ટી.ના ડ્રાઇવરને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો, આ ડખામાં ત્યાંથી પસાર થતાં સહેદવસિંહ નામના પોલીસ કોન્સ્ટેબલે આરોપી પાસેથી કુહાડી ઝૂંટવાનો પ્રયાસ કરતા, તેમણે પોલીસ ઉપર પણ હુમલો કર્યો હતો.

સમગ્ર ધાધલની ખબર પડતા આરોપીના સંબંધી એવા રમેશ મનજી વાગડિયા પણ ત્યાં આવી પહોંચતા બન્નેએ સાથે મળીને ખુલ્લે આમ ધમાલ મચાવી હતી. જેના પગલે નાસભાગ અને ભયનું વાતાવરણ ઉભું થયું હતું. સ્થાનિક પોલીસ ગોડપર મર્ડર કેસના ડિટેકશનમાં પડેલી હોવાથી મોડી પહોંચતાં બેથી અઢી કલાક આ ધમાલના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો.

દસ લોકો ઉપર પણ હુમલો કર્યો

બેફામ બનેલા દારૂડિયાઓએ આતંક મચાવ્યો ત્યારે ત્યાંથી પસાર થતા દસ-બાર જેટલા નિર્દોષ લોકો ઉપર પણ ઊંધી કુહાડીથી હુમલો કર્યો હતો, એમાં બે-ત્રણને તો લોહી નીકળે એવા જખમ થયા હતા.

પોલીસને પણ કહી દીધું, તમારી બીક નથી

ઘટનાસ્થળે મામલો સંભાળવા પહોંચેલી પોલીસને પણ દારૂડિયાએ કહી દીધું હતું કે, અમને તમારી પણ બીક નથી, થાય તે કરી લેજો.ઉલ્લેખનીય છે કે, સરાજાહેર ત્રાસ વર્તાવનારા બન્ને શખ્સને કાબૂમાં કરવા અને તેની પાસેથી કુહાડી ઝૂંટવવામાં પોલીસને પણ મોઢે પાણી આવી ગયું હતું.

સ્ત્રી, બાળકોમાં નાસ ભાગ

કેરાના મુખ્ય રોડ પર બનેલી આ ઘટના વેળાએ અંદાજે ત્રણસોથી ચારસો લોકો એકઠા થઇ ગયા હતા. હુમલાખોરોની ખુલ્લી દાદાગીરી જોઇને ત્યાંથી પસાર થતા સ્ત્રી અને બાળકોમાં પણ નાસભાગ મચી ગઇ હતી. ગામમાં વકરેલી દારૂની બદીથી આવા તત્વો દાદાગીરી કરતા હોવાનો સૂર ઉઠ્યો હતો.

પોલીસ પર હુકલો છતાં પોલીસ મોડી પહોંચી

આ ઘટના વિશે પોલીસ કંટ્રોલ રૂમ સુધી મેસેજ ગયો હતો, એના દોઢ કલાકે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બન્ને દારૂડિયા અને એની જીપ કબજે કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.