Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Kutchh >> Bhuj
 

કચ્છમાં ગ્રીષ્મના આગમનના એંધાણ : તાપમાન ઉંચકાતાં ગરમાવો

 
Source: Bhaskar News, Bhuj   |   Last Updated 1:20 AM [IST](04/02/2012)
 
 
 
 
Advertisement
 
ભુજમાં મહત્તમ ૩૧ ડિગ્રી, માંડવી ૩૦.૧, નલિયા ૨૯.૨, કંડલા ૨૯.૮: પવનની દિશા ફરતાં ઉનાળુ માહોલ છવાયો: જોકે, નલિયામાં ૭.૧ ડિગ્રી સાથે ઠંડક અનુભવાઇ

જિલ્લામાં છેલ્લા બે દિવસથી દિવસનું તાપમાન ઉંચકાતાં ગ્રીષ્મઋતુના આગમનના એંધાણ હોય તેવો દિવસભર ગરમાવો છવાયો હતો. કચ્છના મુખ્ય શહેરોમાં મહત્તમ તાપમાન ઉંચકાતાં લોકોએ ઉનાળુ માહોલ અનુભવ્યો હતો. પવનની દિશા પણ ઉત્તરના બદલે દક્ષિણ-પશ્ચિમ થઇ જતાં ઠંડકનું પ્રમાણ ઘટયું હતું. જોકે, અબડાસાના મુખ્યમથકે ટાઢનું પ્રમાણ જળવાઇ રહયું હતું.

કચ્છમાં પખવાડિયાથી હાડ થીજવતી ઠંડી પડ્યા બાદ તાપમાનમાં આવેલા ફેરફારથી ઠંડી ગાયબ થઇ જતાં મહત્તમ ઉષ્ણતમાન ઉંચકાયું હતું, જ્યારે રાત્રિના પણ પારો ચડતાં ટાઢમાંથી અંશત: રાહત અનુભવાઇ રહી છે શીતનગરી નલિયામાં ગઇકાલે નોંધાયેલું ૭.૧ ડિગ્રી લઘુત્તમ તાપમાન આજે પણ યથાવત ્ રહેતાં પારો સ્થિર રહÛો હતો. જ્યારે મહત્તમ એક ડિગ્રી ઉતરતાં ૨૯.૧ ડિગ્રીએ પારો અટકÛો હતો. આથી રાત્રિના ટાઢ પડી રહી છે, પરંતુ દિવસના ભાગે ઉનાળાનો અહેસાસ આ પંથકના લોકો મહેસૂસ કરી રહયા છે અહીં ૮ કિમીની ગતિએ દક્ષિણ-પશ્ચિમ બાજુએથી પવન વાતાં તેની ખાસ અસર જણાઇ નહોતી. ભેજ સાંજના ભાગે ૨૦ ટકા રહેતાં સૂકું હવામાન રહયું હતું.

ભુજમાં દિવસ-રાત્રિ બન્નેનું ઉષ્ણતામાન ઉંચકાતાં જાણે ઉનાળાના શરૂઆતના દિવસો હોય તેવું ભાસતું હતું. અહીં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ર ડિગ્રી જેટલો પારો ચડ્યો હતો. લઘુત્તમ તાપમાન ૧૨.૩ નોંધાતાં રાત્રે સામાન્ય ઠંડી અનુભવાઇ હતી, જ્યારે દિવસનું તાપમાન ૩૧ ડિગ્રી થઇ જતાં લોકોએ રીતસરનો ઉકળાટ અનુભવ્યો હતો. પવનની ગતિ પ કિમી પ્રતિ કલાકે પશ્ચિમ દિશાની રહી હતી જેને લીધે શહેરવાસીઓએ ઉનાળું માહોલ માણ્યો હતો.

ભેજ સામાન્ય રહ્યો હતો. બંદરીયપટ્ટી કંડલા- માંડવીમાં પણ બન્ને તાપમાન એકથી બે ડિગ્રી જેટલું ઉંચકાયું હતું. કંડલામાં મહત્તમ-લઘુત્તમ અનુક્રમે ૨૯.૮ તથા ૧૪.૯ રહેતાં સંકુલવાસીઓએ બફારો અનુભવ્યો હતો. અહીં પણ ૧૨ કિમીની ગતિએ દક્ષિણ-પશ્ચિમેથી વાયો હતો. માંડવીમાં પણ મેક્સિમમ ૩૦.૧ ડિગ્રી રહેતાં ગરમ રહ્યો હતો, જ્યારે મિનિમન ૧૪.૬ ડિગ્રી ઉષ્ણતામાન નોંધાયું હતું.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.