Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Kutchh >> Bhuj
 

ગોધરામાં ખોટો રેકર્ડ બનાવી તલાટીએ સરકારી જમીન વેચી

 
Source: Bhaskar News, Bhuj   |   Last Updated 2:35 AM [IST](10/02/2012)
 
 
 
 
Advertisement
 
માંડવીના મામલતદાર દ્વારા જમીન અંગે સતત બીજી ફરિયાદ

કચ્છમાં બોગસ દસ્તાવેજોથી જમીન કૌભાંડના કિસ્સાનું પ્રમાણ વધ્યું છે. એમાંય આવા કૌભાંડોમાં સરકારી કર્મચારીઓની સંડોવણી પણ બહાર આવતાં ગંભીરતા ઓર વધી છે. માંડવીના મામલતદારે જ આ પ્રકારની સતત બીજી ફરિયાદ નોંધાવી છે, જેમાં ગોધરા ગામના તલાટી સહમંત્રીએ સરકારી જમીનને બનાવટી રેકર્ડ ઊભો કરીને કોઈને વેચ્યાનું બહાર આવ્યું છે.

ગઢશીશાના પોલીસ સ્ટેશન ઓફિસર મોહનભાઈ મહેશ્વરીએ કહ્યું કે ૨૦૦૬માં ૮ મેના દિવસે ગોધરાના એ સમયના તલાટી કમ મંત્રી જે. કે. ગોસ્વામીએ ગામની રેવન્યુ સર્વે નંબર ૩૬૪ તથા ૩૮૧વાળી જમીન સરકારની હોવા છતાં તેના સાત-૧૨ના બોગસ ઉતારા તૈયાર કર્યા હતા, જેમાં દાતણિયા ગુલાબ રત્નાનું નામ ખેડૂત તરીકે દર્શાવ્યું હતું.

તલાટીએ જૂની શરતોને નવી શરતોમાં ફેરવીને કરેલી ગેરકાયદે કામગીરી અંગે માંડવીના મામલતદાર એન.વી. રામીએ ગુરુવારે ગઢશીશા પોલીસમાં ફરિયાદ નોંધવી હતી, આ અંગે સબ-ઈન્સ્પેકટર એમ. જે. બોક્ષાએ આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ ચાંગડાઈ ગામમાં પણ બોગસ દસ્તાવેજથી જમીન વેચાયાની આ જ પોલીસમથકે ફરિયાદ દાખલ
થઈ હતી, એમાં પણ મૃતક વ્યક્તિના નામે ખોટું પાવરનામું તૈયાર કરીને જમીનનું વેંચાણ થયાનું બહાર આવ્યું હતું.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.