Advertisement
Home >> Kutchh >> Bhuj >> School Bus And Truck Accident Six Child Injured

જિન્દાલની સ્કૂલ બસ અને ટ્રકના અકસ્માતમાં છ બાળક ઘાયલ

Bhaskar News, Mundra | Jun 17, 2012, 04:03AM IST
 
 


મોટા કપાયા પાસે શાળાએથી છૂટ્યા બાદ બાળકો ઘર તરફ જઇ રહ્યાં હતાં ત્યારે બનેલી દુર્ઘટના : બસની ટક્કર બાદ ટ્રક અન્ય ગાડી સાથે અથડાઇ


મુન્દ્રા તાલુકાના સમાઘોઘા સ્થિત એક સ્કૂલમાં અભ્યાસ અર્થે ગયેલાં બાળકોને રજા બાદ તેઓને તેડીને પરત ફરી રહેલી સ્કૂલ બસને મોટા કપાયા નજીક ધોરીમાર્ગ પર અકસ્માત નડતાં કુલ છ બાળક ઇજાગ્રસ્ત થયાં હતાં. તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સામૂહિ‌ક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં હતાં, જયાં તેમની હાલત ભયમુકત હોવાનું તબીબોએ જણાવ્યું હતું. સ્કૂલ બસે આગળ ઊભેલી ટ્રકને ટક્કર મારતાં ટ્રક અન્ય ગાડી સાથે અથડાઇ હતી.


બનાવની વિગત મુજબ બપોરે શાળા છૂટયા બાદ એક વાગ્યાના સમયગાળા દરમિયાન જિન્દાલ કંપનીની ખાનગી બસમાં બાળકોને પરત મુન્દ્રા મૂકવા જઇ રહેલા બસ ડ્રાઇવરે બેદરકારીપૂર્વક બસ હંકારતાં કપાયા ધોરીમાર્ગ પર મારુતિ શોરૂમ પાસેના ઢાબા નજીક રોડ પર ઊભેલી ટ્રકને ટકકર મારી હતી. પાછળથી ધકકો વાગતાં રસ્તા પરથી ઉતરીને ઢાબા નજીક ધસી ગયેલી ટ્રક ઢાબા પાસે ઊભેલી અન્ય એક ટ્રકમાં ભટકાઇને અટકી ગઇ હતી.


સદનસીબે ઢાબા નજક ધસી ગયેલી ટ્રક અન્ય ટ્રક સાથે અથડાતાં ઢાબામાં બેઠેલા રાહદારીઓનો બચાવ થયો હતો, પરંતુ સ્કૂલ બસમાં મુસાફરી કરી રહેલા શ્રેયાંસુ (૯), ગૌરવ સુરેશભાઇ(૯), નવીન સંજય(૮), નેહા સંજયકુમાર(૯), સ્વપ્નીલ (૯) અને પ્રિયાંશુ (૬) સહિ‌તના છ બાળકને હાથ, પગ, પીઠ અને કપાળના ભાગે ઇજાઓ થઇ હતી. બાળકોના જણાવ્યા મુજબ બસચાલક બસ હંકારતાં મોબાઇલ પર વાર્તાલાપ કરતો હોવાથી અકસ્માતની પરિસ્થિતિ નિર્માણ પામી હતી.


શાળા પ્રશાસન ગંભીર બને તે જરૂરી


બાળકોને સ્કૂલે લેવા-મૂકવા અર્થે ખાનથી વાહનોમાં અપ-ડાઉન જરૂરી બન્યું છે, ત્યારે શાળા પ્રશાસન બસો અને રિક્ષાચાલકો તરીકે અનુભવી ડ્રાઇવરોની પસંદગી કરે તે સમયનો તકાજો છે. બિનઅનુભવી અને બેજવાબદાર ચાલકોની ગફલત બાળકોના જીવ જોખમમાં મૂકી શકે છે, ત્યારે શાળા સંચાલકોએ ચાલકની પસંદગીમાં સતર્કતા દાખવે તે જરૂરી હોવાનું ચર્ચાઇ રહયું છે.


 
 
 

Your Opinion
 
 
Code:
7 + 4

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment