Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Kutchh >> Bhuj
 

જુગારના પાંચ દરોડામાં ૩ લાખનો મુદ્દામાલ જબ્બે

 
Source: Bhaskar News, Bhuj/ Gandhidham   |   Last Updated 3:21 AM [IST](02/09/2010)
 
 
 
 
 
શ્રાવણના અંતે મોસમ જામી : ખેંગારપર, ધ્રાંગાની સીમમાંથી ૧૮ તેમજ ગાંધીધામ,ભુજ અને મિરજાપર પાસે ૨૦ શખ્સો પકડાયા

કચ્છ જિલ્લામાં જુદા જુદા પાંચ દરોડાઓમાં ૩ લાખ બે હજાર રૂપિયાની મત્તા કબજે કરવામાં આવી હતી. ભચાઉ તાલુકાના ધ્રાંગાની સીમમાંથી પોલીસે આઠ વ્યક્તિ પકડી ૧.૪૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાપર તાલુકાના ખેંગારપરની સીમમાંથી પોલીસે દસ જુગારીઓને પકડી રૂ.૧.૪૮ લાખની મત્તા કબજેકરી હતી, જ્યારે ભુજમાં તથા મિરજાપર પાસે જુગાર ખેલતા ૧૪ શખ્સોને પકડી પોલીસે રૂ.૯૨૦૦ કબજે કર્યા હતા. ગાંધીધામમાં છ જુગરી ૧૦૩૦૦ની રોકડ સાથે પકડાયા હતા.

ભચાઉ પોલીસે જણાવ્યું હતું કે, તાલુકાના ધ્રાંગા વાડી વિસ્તરમાં જુગાર રમાતો હોવાની પીઆઇ ડી.એલ.ઝાલાને મળેલી બાતમીના આધારે પોલીસે રાત્રે ૩:૩૦ વાગ્યે દરોડો પાડ્યો હતો. આરોપીઓ હરપાલસિંહ જીલુભા જાડેજા, જયપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, હરદીપસિંહ અનુરૂપસિંહ જાડેજા, ધર્મેન્દ્રરસિંહ, કરશન આહિર, વિક્રમસિંહ જોરૂભા જાડેજા, ભરતસિંહ દેવુભા જાડેજા, ભરતસિંહ ભીખુભા જાડેજા તથા વનરાજસિંહ દેવુભા ઝાલા જુગાર રમી રહ્યા હતા, ત્યારે જ પોલીસ પહોંચી આવી હતી. પોલીસે આરોપીઓને પકડી પાડી તેઓ પાસેથી રોકડા રૂ.૧,૨૦,૫૫૦ સહિત સાત મોબાઇલ ફોન સાથે કુલ રૂ.૧,૪૪,૫૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

રાપર પોલીસે તાલુકાના ખેંગારપર ગામે દરોડો પાડ્યો હતો. ગામની સીમમાં જુગાર રમી રહેલા વિરમ કાના ચાવડા, ગોવિંદ સુરા મણવર, હીરા, જેઠા ઢીલા, પાંચા અમરા મણવર, સામજી હરિ મણવર, દુદા જેઠા ઢીલા, ડાયા પબા વરચંદ, પબા જેઠા મણવર, પંચાણ પબા વરચંદ તથા હીરા ભાનુ ઢીલા નામના દસ જુગારીઓને પોલીસે રંગે હાથે પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂ.૨૩,૨૫૦ તથા રૂ.૧૦,૫૦૦ના નવ મોબાઇલ ફોન અને રૂ.૧.૧૫ લાખની છ મોટર સાઇકલ સહિત કુલ રૂ.૧,૪૮,૭૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ કામગીરીમાં પીએસઆઇ આર.જે.પરમારની સાથે પોલીસ કર્મચારીઓ પુનશી મહેશ્વરી, હરગોવિંદ હેમરાજ, કલ્પેશ
ચૌહાણ તથા રામદેવસિંહ જોડાયા હતા.ગાંધીધામના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં જુગાર રમી રહેલા ગોવિંદ રાણા, ગોવિંદ ભરવાડા, ધનજી ભરવાડ, રામા કોલી, ભરત ગઢવી, મજીદ ચુડાસમાને જાહેરમાં જુગાર રમતાં પકડી લીધા હતા. તેમની પાસેથી રૂ.૧૦૩૦૦ કબજે કરવામાં આવ્યા હતા.

ભુજ શહેરમાં સંસ્કારનગરમાં આવેલા એપાર્ટમેન્ટમાં જુગાર ખેલતા મનીષ સોલંકી, ચિરાગ સુભાષ, અલ્પેશ રાવલ, હિમાંશુ રાવલને પકડી પાડી રૂ.૧૭૯૦ કબજે કર્યા હતા,જ્યારે તાલુકાના મિરજાપર પાસે આવેલ મહાવીરનગરમાં પોલીસના દરોડામાં કૌશલ માવાણી, રાજેશ વસાવા, દિલીપસિંહ જાડેજા, કનકસિંહ જાડેજા, ચિરાગ નારિયાણી, મોહિત સાધુ, જિગર સાધુ, વસંત પરમાર, રતિલાલ રાજગોર, હિતેશ ગોરને પકડી પાડ્યા હતા. એમની પાસેથી પોલીસે રૂ.૬૭૬૦ની રોકડ અને પાંચ મોબાઇલ કબજે કર્યા હતા.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.