રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના હોદ્દેદારોને આપી ચીમકી
લોકવિશ્વાસ અને મજબૂત સંગઠનની હિમાયત સાથે ત્રીજી આંખ નજર રાખતી હોવાની વાત સાથે સદભાવનાની મીટિંગમાં મોદીનો ધ્રુજારો
૫શ્વિમ કચ્છના સદભાવના મિશનમાં આવેલા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પદાધિકારીઓને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે રાજકારણને ધંધો બનાવી બેઠા હોતો તો તે બંધ કરો. તેમના ત્રીજા નેત્રથી દરેક સ્થળે વોચ રખાઇ છે. લોકવિશ્વાસ તૂટે એવા કોઇપણ કાર્યને રોકી દેવા અને ભ્રષ્ટાચારથી દૂર રહેવા મોદીએ પોતાનો ચમકારો બતાવી દીધો હતો.
સદભાવના ઉપવાસ બાદ ક્રાંતિતીર્થની કેન્ટીનમાં સાંજે યોજાયેલી પક્ષની બેઠકની વિગતો મીડિયા સુધી ન પહોંચે તેવી તાકીદ વચ્ચે આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અધિકારીઓ અને પદાધિકારીઓને રીતસરના લોઠા છે. હૈયાવરાળ વ્યક્ત કરતાં તેમણે દુ:ખની લાગણીપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્રના મંત્રી રાજા પાસે એક સમયે પૈસા હતા આજે રાજા નથી એટલે પૈસા કમાવવાનો ધંધો બંધ કરો. તેમણે ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લઇ સામાજિક સેવાક્ષેત્રે મદદ કરવાનું કાર્ય કરો એમ ઉમેર્યું હતું .
થઇ ગયું એ ઇ ગયું પરંતુ હવે પાર્ટીને અને લોક વિશ્વાસને નડતરરૂપ કામગીરી બંધ કરો નહીંતર નુકસાન થશે. તેમણે જિલ્લા સંગઠનના હોદ્દેદારો-કાર્યકરો સમક્ષ ધ્રુજારો ચિંતાની લાગણી સાથે જણાવ્યો હતો. હોદ્દા લઇને કામગીરી નથી કરતાં તેવી સ્થિતિ દૂર થવી જોઇએ એમ સુણાવી દીધું હતું.
સરકારી યોજનાની બુક કચ્છ ભાજપના એકેય હોદ્દેદારે વાંચી નથી !
ગુજરાતમાં ચાલતી સરકારી યોજનાઓ વિશે નૂતન વર્ષ નિમિત્તે સૌનો સાથ સૌનો વિકાસ..જન જનનો વિશ્વાસના સ્લોગન સાથે સરકારે પુસ્તક બહાર પાડ્યું હતું. તે અંતર્ગતની યોજનાઓના કામ કચ્છ સુધી પહોચતા નથી એમ પદાધિકારીઓને મોદીએ સીધી તાકીદ કરી હતી એન પુછયું હતું કે, ૬૭ પાનાની યોજનાઓ અંગેની વિગતવાર બુક કટલા હોદ્ેદારોએ વાંચી એ આંગળી ઉંચી કરે. તેના જવાબમાં કચ્છ ભાજપના એક પણ જણે આંગળી ઉંચી ન કરતાં મુખ્યમંત્રીએ લેશન લઇ નાખ્યું હતું.
ઉદ્યોગોની સામાજિક કાર્યો માટે મદદ લો : મોદીનો પુન: ઉચ્ચાર
ર૧મી જાન્યુઆરી ર૦૧૧ના ધોરડો ટેન્ટસિટીમાં યોજાયેલી ભાજપની પ્રદેશ કારોબારીમાં સંગઠનના પ્રભાવી નેતા તરીકે મુખ્યમંત્રી નરેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, પ્રજા ભૂલ ચલાવશે, ખોટું માફ નહીં કરે. તે વખતે પણ કાર્યકરોને-હોદ્દેદારોને કચ્છની વિવિધ કંપનીઓમાં ડીલ્ડ વિઝિટ કરી જાણકાર બનવા અનુરોધ કર્યો હતો. હાલમાં બીજી ફેબ્રુઆરીએ સદભાવના મિશન બાદ પણ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લઇ સામાજિક સેવાના હેતુથી મદદ કરવાની વાત દોહરાવી હતી. ઉલ્લેખનીય છે કે, રણોત્સવ જેવા સરકારી કાર્યક્રમોમાં કંપનીઓ પાસે આર્થિક ઉઘરાણા કરતા હોવાના આક્ષેપ થતા રહ્યા છે. જે ઉદ્યોગો સરકારી કાર્યક્રમોમાં માતબર રકમ આપી દેશે તો સામાજિક કાર્યો માટે સીએસઆરને અસર થશે. જે લોકસેવા માટે નુકસાનકારક બને છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ મીટિંગ અને પ્રદેશ કારોબારીમાં કહ્યું હતું કે, ભાજપને કાર્યકર કંપનીઓ પાસેથી સામાજિક જવાબદારીના કાર્યો કરાવે, નહીં કે પૈસા મેળવવા પદનો ઉપયોગ કરે.
માંડવી-મુન્દ્રાની બેઠક માટે લઘુમતી ઉમેદવાર ?
સદભાવના મિશન હેઠળ બે મુસ્લિમ ધર્મગુરુઓને વકતવ્યની તક અપાઇ હતી. બન્નેનો મુખ્ય સંદેશ ભાઇચારા, શાંતિનો હતો. દરમિયાન રાજકીય સમીક્ષકોના ચરિતાર્થ મુજબ મુન્દ્રા-માંડવી વિધાનસભા મત વિસ્તાર માટે લઘુમતી સમાજમાંથી ઉમેદવારીની તક અપાય. જોકે, હજુ ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવી બાબત છે, કારણ કે, સંભવત: વષાઁતે ચૂંટણી ઉભી છે, પરંતુ તૈયારીના ભાગરૂપે વ્યૂહરચના ગોઠવાઇ હોય તેમ માની શકાય.