- છેલ્લા એક દાયકામાં આફ્રિકામાં કચ્છીઓની હત્યાના બનાવો વધ્યા
- તાન્ઝાનિયામાં બળદિયાના પ્રૌઢનું ખૂન થતાં પટેલ ચોવીસીમાં પણ ચિંતા વ્યાપી
- છેલ્લા સાત દાયકાથી લોકો રોજીરોટી કમાવવા માટે વતનને છોડીને જાય છે
કચ્છમાંથી છેલ્લા સાત દાયકાથી લોકો આફ્રિકા અને અખાતના દેશોમાં રોજીરોટી કમાવા માટે જાય છે, પરંતુ છેલ્લા એક દાયકા દરમિયાન આફ્રિકામાં ગયેલા કચ્છી લોકોની હત્યાના ઉપરાઉપરી પ્રકાશમાં આવેલા બનાવોથી પટેલ ચોવીસીના ગ્રામ્ય વિસ્તારોમાં ઉચાટ જોવા મળે છે. હજી ગત શનિવારે જ બળદિયાના પ્રૌઢની નિર્મમ હત્યાનો બનાવ સામે આવતાં આ મુદ્દો સપાટી પર આવ્યો છે.
ચોવીસીમાંથી સાત દાયકાથી કેન્યા, તાન્ઝાનિયા, રૂવાંડા અને યુગાન્ડામાં લોકો રોજગારી માટે જાય છે. એમાંથી બહુધા બાંધકામ અને સુથારીકામ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ દેશોમાં છેલ્લા દસ વર્ષમાં કચ્છીના ખૂનના બનાવો વધ્યા છે. તા.૩૦મીએ તાન્ઝાનિયાના ઝાંઝીબાર ટાપુ પર બળદિયાવાસીની કરપીણ હત્યાની ઘટનાએ ચોવીસીના લોકોને ચિંતામાં મૂકી દીધા છે.
વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો પર ક્લિક કરો...