Advertisement
Home >> Kutchh >> Bhuj >> Not Worried About Grass, Do Chess Artifice

ભુજમાં ઘાસની ચિંતા નથી, ચેસના તાસીરા કરવા છે

Bhaskar News, Bhuj | Aug 30, 2012, 01:45AM IST
 
 

કચ્છ સહિ‌ત રાજ્યનો મોટાભાગનો વિસ્તાર દુષ્કાળ-અછતની સ્થિતિનો સામનો કરી રહ્યો છે ત્યારે ઘાસની વ્યવસ્થા કરવાને બદલે મુખ્યપ્રધાન મોદી ચેસનો તાયફો કરી રહ્યા હોવાનું રાજ્યના બે માજી મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ અને સુરેશ મહેતાએ આજે સવારે એક અનૌપચારિક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

આ બન્ને નેતા અને ગોરધન ઝડફિયાએ મોદી પર પ્રહારો કરવાની એક પણ તક જતી કરી ન હતી. ઘાસની વિકટ સ્થિતિ પર કેશુભાઇએ જણાવ્યું હતું કે, વીડીઓમાં ઘાસની ગંજીઓ પડી છે, જંગલખાતા પાસે પણ ઘાસ છે. આ ઘાસનો ઉપયોગ તાકીદે થવો જોઇએ. મેં ઉપરાઉપરી બે દુષ્કાળનો સામનો કર્યો હતો એમ જણાવીને પટેલે ઉમેર્યું હતું કે, તે સમયે મહારાષ્ટ્ર, પંજાબથી ઘાસચારો લાવવામાં આવ્યો હતો.

ચૂંટણીમાં પરિણામો બાદ કોઇ અન્ય પક્ષ સાથે ગઠબંધન કરવાની વાત પણ ત્રણેય નેતાએ નકારી હતી. ત્રીજા મોરચાનો જન્મ મોડો કેમ થયો તેવા સવાલનો જવાબ આપતાં કેશુભાઇએ કહ્યું કે, જરા પણ મોડું નથી થયું બલકે, સમયસર થયો છે.

- મોદી નાટ્યકાર હોત તો વધુ સફળ થાત

૧૦-૧૨ વર્ષ પહેલા નેતૃત્વ પરિવર્તન થયું તેની વિગતો આપતા સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે ત્યારે અડવાણીના બંગલે લોનમાં મોદી દિવસભર પડયા રહેતા હતાં. પાગલ જેવું વર્તન કરતા હતાં. અડવાણી દાદ નહોતા આપતા એટલે કમલાભાભી મારફતે દબાણ કરાવ્યું હતું. અડવાણીએ અવારનવાર કેશુભાઇને કહ્યું કે આને ગુજરાત આવવું છે, આવવા દો નહીંતો પાગલ થઇ જશે કે પછી આત્મ હત્યા કરી લેશે. તેમણે કહ્યું કે મોદી નાટકકાર હોત તો વધુ સફળ થઇ શકયા હોત.
 
 
 

Your Opinion
 
 
Code:
2 + 7

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment