નખત્રાણા નજીક આવેલા ભારાપર ગામે હિંગલાજ માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર પ્રાગટયતિથિ મહોત્સવની ઉજવણી ભવ્યાતભિવ્ય એક રીત કરાતાં પાકિસ્તાન ન પહોંચી શકનારા દર્શનાર્થીઓએ હિંગલાજયાત્રા સંપન્ન થઇ હોવાનો સંતોષ અનુભવ્યો હતો.
સવારે કામાઇ માતાજી (મોટી ભાડિયા)ના હસ્તે દીપ પ્રાગટય કરાયું ત્યાર બાદ ઇશ્વર મારાજ દ્વારા હોમ-હવન કરાવામાં આવ્યાં હતાં. અચલદાન બોક્સા અને અન્ય વકતાઓએ હરિરસનું રસપાન કરાવ્યું હતું.
દયારામદાદા, દિલીપ રાજા, શાંતિદાસ મારાજ સહિતના સાધુ-સંતોએ આશિર્વચન પાઠવ્યાં હતાં. પુષ્પદાનભાઇ ગઢવી, વાલજીભાઇ ગઢવી, જબ્બરદાન ગઢવી, ભગવાનભાઇ અયાચી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પી.એમ.જાડેજા, કિશોરદાન ગઢવી, સમરથદાન ગઢવી, શંભુદાન ગઢવી, ચંદુદાન ગઢવી, રમેશભાઇ ગઢવી, છગનભાઇ ઠકકર, વિરાણીના પાટીદાર અગ્રણીઓ તેમજ આસપાસના વિસ્તારના તમામ લોકોએ જહેમત ઉઠાવી હતી. આયોજન સમિતિ દ્વારા આ સમગ્ર કાર્યક્રમના દાતા બેળી ઐશ્વર્યા સુનિલ ગઢવીનો આભાર વ્યક્ત કરાયો હતો.