Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Kutchh >> Bhuj
 

ગાંધીધામમાં પણ યોજાઇ મેરથોન વોક

 
Source: Bhaskar News, Gandhidham   |   Last Updated 3:45 AM [IST](02/12/2011)
 
 
 
 
Advertisement
 
એચઆઇવી/એઇડ્સ સામે લડવા માટે લોકોમાં તો જનજાગૃતિ તો કેળવવી જ પડશે, તેની સાથોસાથ આ રોગથી પીડિત લોકોને સમાજે હૂંફ પણ આપવી પડશે એવા સંદેશ સાથે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા આયોજિત મેરેથોન વોકમાં ગાંધીધામના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉપસ્થિતોમાં સિનિયર સિટીઝન તથા બાળકોની હાજરી નોંધપાત્ર હતી.

ગાંધીધામ ખાતે સવારે ૬:૩૦ વાગ્યાની સાથે જ શહેરીજનો એઇડ્સ સામેની જાગૃતિમાં પોતાનું યોગદાન આપવા માટે એકત્ર થવા લાગ્યા હતા. વિવિધ શાળાના બાળકો, નાગરિકો, સિનિયર સિટીઝન, પોલીસ જવાનો, યુવતીઓની મેરેથોન વોકને પૂર્વ કચ્છના પોલીસ વડા ચિરાગ કોરડિયાએ સ્ટાર્ટ આપ્યો હતો.

શહેરમાં એલઆઇસીની કચેરી પાસે આવેલા ‘દિવ્ય ભાસ્કર’ના કાર્યાલય ખાતેથી શરૂ થયેલી મેરેથોન વોકમાં પાછળથી પણ અનેક લોકો જોડાતા રહયા હતા અને ઝંડાચોક ખાતે વોકનું સમાપન થયું ત્યાં સુધીમાં મોટી સંખ્યામાં જોડાયેલા લોકોએ સમાજમાં ફેલાયેલી મહામારી સામે જાગૃતિના જંગમાં પોતાનો સહકાર આપ્યો હતો. ટાગોર રોડ, ઓસ્લો સર્કલ, ગાયત્રી મંદિર રોડ, લીલાશાહ સર્કલ, એ ડિવિઝન પોલીસ મથક, ગાંધીમાર્કેટ થઇને મેરેથોન વોક ઝંડાચોક ખાતે સમાપ્ત થઇ હતી.

મેરેથોન વોકમાં શાળાના વિદ્યાર્થીઓએ જ સ્વેચ્છાએ ‘એક દો એક દો એઇડ્સ કો ફેંક દો’ સહિતના સૂત્રો બોલાવીને જાગૃતિના કાર્યમાં જોમ પૂરી દીધું હતું. ઝંડાચોક ખાતે શહેર સુધરાઇના પ્રમુખ મીનાબેન ભાનુશાલી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિધ્યુત બૂચ, ‘દિવ્ય ભાસ્કર’ના ન્યૂઝ એડિટર તુષાર માહેશ્વરી, માર્કેટિંગ મેનેજર સિદ્ધાર્થ વૈધ્યની ઉપસ્થિતિમાં મેરેથોન વોકમાં જોડાયેલાં બાળકોને પ્રોત્સાહક ઇનામો અપાયાં હતાં.

‘દિવ્ય ભાસ્કર’ દ્વારા પાંચમા વર્ષે પણ કરાયેલાં આ મેરેથોન વોકના આયોજનમાં દિલ્હી પબ્લિક સ્કૂલ, અમરચંદ સિંઘવી ઈન્ટરનેશનલ સ્કૂલ, આત્મીય વિદ્યાપીઠ, પી.એન. અમરશી સ્કૂલ તથા સાધુ વાસવાણી સ્કૂલના બાળકો પણ જોડાયાં હતાં. એન.આઇ.સી.ટી. કમ્પ્યૂટર એજ્યુકેશન, અંજાર તરફથી મેરેથોનમાં ભાગ લેનારા તમામ શિક્ષકોને તથા અતિથિ વિશેષને ઉપહાર આપવામાં આવ્યો હતો.

શહેરે જોયો જાગૃતિનો જંગ

ગાંધીધામના જે-જે માર્ગો પરથી મેરેથોન વોક પસાર થઇ,ત્યાં સવારની મોજ માણવા નીકળેલા શહેરીજનો, કામે જવા બસ પકડવા સ્ટેશન પર ઊભેલા લોકો હોય કે, અન્ય કોઇ સો કોઇએ વૈશ્વિક મહામારી સામે જાગૃતિના આ જંગને જોયો હતો, તેથી જ ‘ભાસ્કર’ના આયોજનની સફળતા બેવડાઇ ગઇ હતી.

પોઝિટિવ દર્દીઓ પણ જોડાયા

મેરેથોન વોકમાં મિલન સમુદાય સંસ્થાના કેટલાક એચઆઇવી પોઝિટિવ દર્દીઓએ પણ ભાગ લીધો હતો, જેમાં કેટલીક બહેનોનો પણ સમાવેશ થતો હતો.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.