Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Kutchh >> Bhuj
 

ધારાસભ્યોને કચ્છીઓનું ‘માન’ નહીં પણ ‘મોદી’ વ્હાલા

 
Source: Jigna Varsani, Bhuj   |   Last Updated 2:55 AM [IST](06/11/2011)
 
 
 
 
 
મોદીએ કચ્છ અંગે કરેલી કથિત ટિપ્પણીના મુદ્દે ‘દિવ્ય ભાસ્કરે’ ભાજપના પાંચ ધારાસભ્યોને મોદી કચ્છીઓની માફી માગવી જોઇએ કે નહીં ? તે અંગે પૂછતાં સૌએ વાત જ ઉડાડી દઇ કચ્છીઓના સન્માનનો મુદ્દો ભૂલી કોગ્રેસ પર માત્ર પ્રહારો કરતા જવાબ આપ્યા હતા

કૈલાશ માનસરોવરની યાત્રાએ જતા રસ્તામાં જેમ ભિખારીઓ ભીખ માગી ત્રાસ આપતા હોય છે, તેવી લાગણી મને કચ્છ આવું ત્યારે થાય છે, એવા ઉચ્ચારણો વિધાનસભાની ગત ટર્મ સમયે ભૂકંપગ્રસ્ત ભચાઉના પ્રશ્નો લઇને મળવા ગયેલા કચ્છના કોગ્રેસના એકમાત્ર રાપરના ધારાસભ્ય બાબુભાઇ શાહ સમક્ષ મોદીએ કરેલા એ વાતનો ધટસ્ફોટ હાલે જ્યારે ભચાઉમાં મોદી સદ્ભાવના ફેલાવા આવી રહ્યા છે ત્યારે તે ટાંકણે મોદી કચ્છીઓની માફી માંગે તે ઉદેશ્યથી આ વાતને જાહેરમાં હવે બાબુભાઇએ કરતા કચ્છના રાજકારણમા ગરમાવો આવી ગયો છે.

વિધાનસભાની ચુંટણીઓ નજીક છે અને ગરીબમેળાનો ધમધમાટ ચાલુ છે, ત્યારે આ વાત જાહેર માધ્યમોથી ગામે ગામ ફેલાઇ જતાં સમગ્ર કચ્છીઓમાં રોષ સાથે મોદી કચ્છીઓની માફી માગે તેવો સુર ઉઠ્યો છે. લોકો પોતે ચૂંટેલા લોકપ્રતિનિધિઓને કહી રહ્યા છે કે અમે જેને મત આપી ચૂંટયા છે તે ભાજપનાના જ સુકાની કચ્છીઓ પ્રત્યે આવી લાગણી ધરાવે છે, છતાં તમે ચુપ કેમ છો?રાજકારણને એક બાજુ રાખો ,તમે પણ કચ્છી જ છો, ત્યારે મુખ્યમંત્રીના આવા વિધાન કચ્છના સન્માન અને કચ્છીઓની ખુમારી પર એક લપડાક સમાન છે ત્યારે મોદી ખુદ પહેલાં કચ્છની માફી માંગે ત્યારબાદ અહી સદભાવના ફેલાવે !

આ મુદે જ્યારે ‘દિવ્ય ભાસ્કરે’ જ્યારે ભાજપના પાંચ ધારાસભ્યોને મોદીએ કચ્છની માફી માગવી જોઇએ કે નહીં ?તે પ્રશ્ન પુછતાં તમામે રાજકારણીઓની લાક્ષણિક અદામાં પ્રશ્ને જ ઉડાવી દઇ અલગ જવાબો આપી પક્ષાપક્ષીની દલીલ ઉપર ઉતરી આવ્યા હતા અને કચ્છીઓની લાગણી કે કચ્છીયતનો છેદ જ ઉડાડી દીધો હતો.


મોદીની કચ્છ પ્રત્યેની લાગણી જોઇ, મળવાનું જ બંધ કર્યું : શાહ

‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતાં રાપરના ધારાસભ્ય બાબુભાઇએ આ સમગ્ર ચર્ચાનો મુદ્ો બનેલી ધટના પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે,આ ધટના ગત વિધાનસભાના ટર્મની છે,તે દિવસે મંગળવાર હતો અને સેક્રટરી પી.કે . લહેરી હતા તેમના કહેવાથી જ હું ભચાઉના ભૂકંપગ્રસ્તોના પ્રશ્નો માટે રૂબરૂ મળવા ગયો હતો, ત્યારે થયેલા તે વખતના તેમના સંવાદો કંઇક આવા હતા.

બાબુભાઇ મોદીને મળવા વિઝિટગિકાર્ડ મોકલાવ્યો

મોદી : કાર્ડ જોઇ બાબુભાઇને અંદર બોલાવ્યા
બાબુભાઇ :દરવાજો ખોલતાં જ...
મોદી : બાબુભાઇ કચ્છની ચિંતા કરો..કચ્છમાં આવું ત્યારે શું અનુભવ કરું છું કહુ ?
બાબુભાઇ :કહો?
મોદી : કૈલાશ માનસરોવરની યાત્રાએ જઇએ, ત્યારે ભારતની સરહદ મૂકી અને નેપાળ સરહદ વચ્ચે જે ગામડાં છે, તેના લોકો યાત્રિકો પાસેથી ભીખ માંગતા હોય અને જે ત્રાસ અનુભવાય છે તેવો અનુભવ મને કચ્છમાં થતો હોય છે.
બાબુભાઇ : માગવાની વૃત્તિથી દુર રહેવું જોઇએ પરતું અત્યારે, હું ભચાઉના ભૂકંપગ્રસ્તોના પ્રશ્નો રજૂ કરવા આવ્યો છું.

આમ, બાબુભાઇએ ‘ભાસ્કર’ને કહ્યુ કે, તે દિવસે મંગળવાર હતો અને ત્યારે સેક્રટેરી પી.કે લેહરી હતા મને બરાબર યાદ છે.ગત ટર્મમાં ગયો હતો બસ અને આવા અનુભવ પછી ૩ વર્ષ ૧૧માસ થયા ત્યારબાદ હું ક્યારે મોદી મળ્યો નથી.કારણ કે કચ્છ પ્રત્યેની તેમની માનસિકતા જ ખોટી છે તેથી ખબર છે.ત્યાંથી કંઇ નહીં મળે એટલે હવે મે કોઇ પણ મુદ્દે મળવાનું બંધ કરી દીધું છે.

તેમણે આજ દીન સુધી મને તે સમયે રજૂ કરેલા ભચાઉના પ્રશ્નો જવાબ પણ નથી આપ્યો અને આટલી જૂની વાત હવે હું એટલા માટે કહી રહયો છુ કે દરેક વાત કહેવાનો સમય હોય છે ટુંક સમયમાં જ મોદી ભચાઉ આવી રહ્યા છે, સદભાવના માટે ત્યારે હું તેમને યાદ અપાવવા માંગુ છુ કે તેમની ખરી લાગણી શું છે અને તે સમયે કચ્છીઓના કરેલા આ અપમાન બદલ દિલગીરી વ્યક્ત કરે તેવી મારી લાગણી છે.બાકી મારી કોઇ એમનાથી નારાજગી નથી કારણ કે નારાજગી ત્યાં હોય જ્યાં અપેક્ષા હોય પરતું મને તેમનાથી કોઇ અપેક્ષા નથી મે માત્ર તેમની આગળ અરીસો ધર્યો છે.

બાબુભાઇ માનસિકતા ગુમાવી ચૂક્યા છે

- આવા ઉચ્ચારણ નરેન્દ્ર મોદીએ કર્યા જ નથી,તેઓ જૂઠ બોલે છે અને બાબુભાઇ શાહ પોતાની માનસિકતા ગુમાવી ચુક્યા છે, તેઓ અને તેમની કોગ્રેસકંપનીઓના મગજ તપાસાવા જોઇએ. સત્તા મેળવવા માટેના હવાતીયા છે. -
જયંતી ભાનુશાલી, ધારાસભ્ય, અબડાસા

ખોટા આક્ષેપો કરી તેઓ પાપ કરી રહ્યા છે

- જે વસ્તુ બની જ નથી તેની શું માફી માગવાની,આવા આક્ષપો કરી તેઓ પાપ કરે છે, જ્યારે કચ્છ વિકાસ પામી રહ્યું છે. દરેકક્ષેત્રે હાલે પ્રગતી થઇ રહી છે ત્યારે પબ્લીસીટી મેળવવાના સ્ટંટ છે. દોઢ વર્ષમાં મળવા જ નથી ગયા, તો આ વાત કેમ બની! -
વાસણ આહિર, ધારાસભ્ય, ભુજ

આવી વાતનો કોઇ જવાબ હોય જ નહીં

- આવી વાતના કોઇ જવાબ આપવાના હોય જ નહીં, આ વાત જ્યારે મુખ્યમંત્રી અને બાબુભાઇ વચ્ચે થઇ ત્યારે હું હાજર થોડી હતી !
- ડૉ. નીમાબેન આચાર્ય

માફી માગવાનો પ્રશ્ન જ નથી

- બાબુભાઇ તેમને રણોત્સવ જેવા કાર્યક્રમો યોજી કચ્છને પ્રવાસન ક્ષેત્રે આગળ ધપાવવા જે મક્કમ છે તેવા મોદી આવું બોલે જ નહીં આ વાત જ ખોટી છે. - રમેશ મહેશ્વરી

મને વાત જ નથી કરવી

- તેઓની સારી છાપ ક્યાંય ખરડાઇ ન જાય એટલા માટે તેમણે મારે વાત જ નથી કરવી એમ કહી ફોન કાપી નાખ્યો હતો. - ધનજી સેંઘાણી
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.