ઉત્તરાદી પવનોને કારણે પડેલી અસામાન્ય ઠંડીમાં ક્રમશ: ઘટાડો થતાં કચ્છવાસીઓએ રાહત અનુભવી હતી.
નલિયામાં ઓછામાં ઓછું ઉષ્ણતામાન ૯.૪, ભુજમાં ૧૩.૯ અને કંડલામાં ૧૪.૪ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. દિવસનું તાપમાન ઉંચું જતાં બપોરે ઠંડી સાવ ગાયબ થઇ ગઇ હતી. કંડલામાં પવનની સરેરાશ ઝડપ ૧૪ કિમી, પ્રતિકલાક નોંધાઇ હતી. જિલ્લામાં ભેજના પ્રમાણમાં સામાન્ય વધારો નોંધાયો હતો.
ઠંડીમાં આંશિક રાહત થતાં રવપિાકને નુકસાન થતું અટકશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.