Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Kutchh >> Bhuj
 

લોકાયુક્ત મામલે કચ્છ લડાયક મંચની અરજી સુપ્રીમે મંજૂર કરી

 
Source: Bhaskar News, Bhuj   |   Last Updated 1:19 AM [IST](04/02/2012)
 
 
 
 
Advertisement
 
પક્ષકાર તરીકે સમાવેશ,૨૦ માર્ચથી સુનાવણી થશે

ગુજરાતમાં લોકાયુક્તની નિમણુંક મામલે કચ્છ લડાયક મંચે કરેલી હસ્તક્ષેપ અરજીને સુપ્રીમ કોર્ટે મંજૂર કરી છે. ગુજરાત રાજ્ય સરકારે સુપ્રીમમાં ૧૯ જાન્યુઆરીએ દાખલ કરેલી પિટિશનમાં મંચને સૌ પ્રથમ પક્ષકાર બનાવવામાં આવ્યો છે. આ પ્રકારની તમામ અરજીઓની તા.૨૦ માર્ચથી અંતિમ સુનાવણી શરૂ થશે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ પ્રકરણોની નિષ્પક્ષ તપાસ કરનારા ગુજરાત લોકાયુક્તનો હોદ્દો ડિસેમ્બર ૨૦૦૩થી ખાલી છે માટે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ આર.એ.મહેતાની લોકાયુકત તરીકે નિમણુંક કરવામાં આવે છે ગુજરાત હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ ગુજરાત સરકારે તથા બન્ને પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં તા.૧૯ જાન્યુઆરીએ અલગ અલગ પ્રકારની ત્રણ પિટિશનો દાખલ કરેલી હતી. માટે લોકાયુકત મામલે ગુજરાત સરકારે સુપ્રીમમાં દાખલ કરેલી પિટિશનને સાંભળ્યા અગાઉ છ કરોડ ગુજરાતીઓની ભલાઇ માટે આ મામલે સૌ પ્રથમ મંચને સાંભળવામાં આવે એવી હસ્તક્ષેપ અરજી મંચે મંચના દિલ્હી ખાતેના વકીલ આર.કે.અડસૂરે તથા બીજા વકીલ યોગેશ જોષી માફરતે સુપ્રીમ કોર્ટમાં તા.ર૮ જાન્યુઆરીના દાખલ કરી હતી. એ હસ્તક્ષેપ અરજી ઉપર તથા અન્ય તમામે તમામ અરજીઓ ઉપર સુપ્રીમમાં ગઇ કાલે શુક્રવારે પ્રાથમિક સુનાવણી સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ઉપર મુજબને હુકમ આપેલો છે. લડાયક મંચના પ્રમુખ રમેશ જોષીએ જણાવ્યું છે.

અદાલતો તથા અખબારી આલમ થકી રાષ્ટ્રમાં એકમાત્ર કાયદાનું જ રાજ્ય હોવાને કારણે મંચની તથા અન્ય બે પક્ષકારોની હસ્તક્ષેપ અરજીઓ સુપ્રીમ કોર્ટે શુક્રવારે મંજૂર કરી છે. માટે આ મામલે સુપ્રીમમાં જ્યારે અંતિમ સુનાવણી થશે ત્યારે ગુજરાતીઓની ભલાઇ માટે મંચના તથા મંચ જેવાજ અન્ય પક્ષકારોના દિલ્હી ખાતેના સિનિયર વકીલો ફલી નરીમાન, પી.પી.રાવ, પ્રશાંત ભૂષણ, આર.કે.અડસુરે તથા જુનિયર વકીલ યોગેશ જોષી, મોદી સરકારને સુપ્રીમમાં સો એ સો ટકા હંફાવશે અને દિવસના તારા દેખાડી દેશે એવો વિશ્વાસ મંચ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.