Divya Bhaskar
KUTCHH
Home » Kutchh » Bhuj » Inspector Qureshi's Kernel Has Become The Seventh Victim?

ઇન્સ્પેકટર કુરેશી મહિ‌લા કર્નલનો સાતમો શિકાર બન્યા?

Bhaskar News, Gandhidham | Jan 10, 2013, 04:09AM IST

ભુજ-પઠાણકોટમાં બે અધિકારીએ આત્મહત્યા કરી, જ્યારે દહેરાદૂનમાં સિનિયર કર્નલકક્ષાના અધિકારી ભાગેડુ થયા બાદ ર્કોટ ઓફ ઇન્કવાયરીનો સામનો કર્યો



ભુજ આર્મી કેન્ટોન્ટમેન્ટ ખાતે ફરજ બજાવી ચૂકેલા મહિ‌લા આર્મી અધિકારી સાથે દુષ્કર્મ કરવાના આરોપસર જેલ ભેગા થયેલા પોલીસ ઇન્સ્પેકટર કુરેશી કર્નલકક્ષાની આર્મી ઓફિસરનો સાતમો શિકાર હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જોકે, તેમાંથી મોટે ભાગે સત્તાવાર ચોપડે ચડી નથી, માત્ર ભુજમાં આર્મી ઓફિસરના આત્મહત્યાના બનાવ ઉપરાંત દેહરાદૂનમાં એક સિનિયર કર્નલકક્ષાના અધિકારી સામે ચાલેલી ર્કોટ ઓફ ઇન્કવાયરીમાં આ મહિ‌લા આર્મી ઓફિસરનો ઉલ્લેખ મળે છે.



અત્યંત ખૂબસૂરત એવી આ મહિ‌લા આર્મી ઓફિસર આર્મી‍ નર્સિંગ સર્વિ‌સીઝ હેઠળ સેનામાં ફરજ બજાવે છે. ભુજમાં એક સીઓકક્ષાના અધિકારી સાથેના અંગત સંબંધોને કારણે આર્મી કેમ્પમાં તે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. આ વાત સીઓની પત્ની સુધી પહોંચતાં તે ભુજ આવ્યા હતા અને મહિ‌લા આર્મી ઓફિસર સાથે જાહેરમાં ઝઘડો કર્યો હતો અને તેને કારણે જ સીઓકક્ષાના અધિકારીએ કવાર્ટરમાં જઇને આત્મહત્યા કરી દીધી હતી. વાત માત્ર આટલેથી અટકી ન હતી, સેનાએ ત્યાર બાદ આ મહિ‌લા અધિકારીને પઠાણકોટ ટ્રાન્સફર કર્યા હતા. ત્યાં પણ ત્રણ ઉચ્ચ આર્મી ઓફિસર સાથે અંગત સંબંધોને કારણે મહિ‌લા કર્નલ ચર્ચાસ્પદ રહ્યાં હતાં, જેમાંથી એક અધિકારીએ તો આત્મહત્યા પણ કરી લીધી હતી, જ્યારે અન્ય અન્ય બે ઓફિસરે અઢીથી ત્રણ લાખ રૂપિયા આપી દીધા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

પઠાણકોટથી આ લેડી ઓફિસરને દેહરાદૂન સિફટ કરવામાં આવ્યાં હતાં. દેહરાદૂનમાં પણ આ ખૂબસૂરત મહિ‌લા કર્નલના રૂપથી એક સિનિયર કર્નલ સહિ‌ત એક મેજરકક્ષાના અધિકારી આકર્ષિ‌ત થયા હતા, જેમાંથી એક ઓફિસરે રૂપિયા આપીને વાત પતાવી દીધી હતી, જ્યારે સિનિયર કર્નલકક્ષાના શેખાવત નામના આર્મી ઓફિસર તો સેના છોડીને ભાગી ગયા હતા. પોલીસે તેમને પકકયા બાદ તેમની સામે દેહરાદૂનમાં ર્કોટ ઓફ ઇન્કવાયરી પણ થઇ હતી, જેમાં ખુદ કર્નલે એવું સ્ટેટમેન્ટ આપેલું છે કે, મહિ‌લા ઓફિસર અવાર-નવાર આર્મી ઓફિસરને ફસાવવાની ભૂતકાળમાં પેરવી કરી ચૂકયાં છે.



ભુજ કોર્ટ સંકુલમાં મહિ‌લા અધિકારી ફેમસ

લેડી આર્મી ઓફિસર દ્વારા એક પોલીસ ઇન્સ્પેકટર સામે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાયાના સમાચાર વિવિધ અખબારોમાં પ્રસિદ્ધ થતાં ભુજના કોર્ટ સંકુલમાં બુધવારે આખો દિવસ આ સમાચાર ચર્ચાનો વિષય બન્યા હતા. ભુજ કોર્ટ સંકુલમાં ભાગ્યે જ એવી કોઇ વ્યક્તિ હશે જે આ સુંદર મહિ‌લા અધિકારીને ઓળખતા ન હોય.





 

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
8 + 1

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment