ભારત સરકારે ઇન્ડો-પોલેન્ડ પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રૂપની રચના કરી છે, આ ગ્રૂપમાં લોકસભા તથા રાજ્ય સભાના કુલ ચોવીસ સભ્ય લેવામાં આવ્યા છે.
આ ગ્રૂપના પ્રમુખ તરીકે ભારત સરકારે રાષ્ટ્રીય જનતાદળના સાંસદ લાલુપ્રસાદ યાદવ તથા ઉપપ્રમુખ તરીકે સી.એમ.ચાંગ તથા પ્રોફેસર અલ્કા બલરામ ક્ષત્રિય તથા સાંસદ પૂનમબેન વેલજીભાઇ જાટ સહિતના સંસદસભ્યોને સભ્યો તરીકે લેવામાં આવ્યાં છે.
અત્રે ઉલેખનીય છે કે કચ્છના સાંસદ સભ્ય પૂનમબેન જાટ ઇન્ડો-ઓમાન પાલૉમેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રૂપના વાઇસ ચેરમેન તથા ઇન્ડો-ઓમાન પાલૉમેન્ટરે ગ્રૂપના સભ્ય પણ છે.