Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Kutchh >> Bhuj
 

ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખાઓની આવારાગર્દી

 
Source: Bhaskar News, Bhuj   |   Last Updated 3:36 AM [IST](02/12/2011)
 
 
 
 
 
અસામાજિક તત્વોમાં પોલીસની બીકનું ‘બાષ્પીભવન’

કચ્છમાં ગુનાહિત પ્રવૃત્તિનો ગ્રાફ ઉંચોને ઉંચો જઇ રહ્યો છે ત્યારે વધુ ચિંતાજનક બાબત એ બહાર આવી છે કે, ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં બપોરે કન્યાશાળાઓમાં રજા પડે છે, ત્યારે અમુક લુખ્ખા તત્વો સક્રિય બન્યા છે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરી વિદ્યાર્થિનીઓને રંજાડે છે.

ભુજના સદાય જાગતા વિસ્તાર બસ સ્ટેશનની સામે આવેલી ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ તથા માતૃછાયા કન્યા વિદ્યાલયમાં બપોરે ૧:૧૦ વાગ્યે રજા પડતાં ભુજ તથા આસપાસના ગામડાથી અપ-ડાઉન કરતી છોકરીઓને અમુક લવરમુિછયા છોકરાઓ આધુનિક બાઇક પર સવાર થઇને ધૂમ સ્ટાઇલમાં આંટાફેરા કરતા જોવા મળ્યા હતા. દરરોજ નિયત સમયે આ છોકરાઓ રજાની વાટ જોઇને ગોઠવાઇ જાય છે તથા રજા પડતાં જ મસ્તીના મૂડમાં આવીને વાંદરાવેડા શરૂ કરી દે છે. રોજીંદા આ ત્રાસની જાગૃત નાગરિકોએ જાણ કરતાં જ્યારે ‘દિવ્ય ભાસ્કર’ના ફોટોગ્રાફરે ફોટોગ્રાફ લેવાનું શરૂ કર્યું ત્યારે બે-ચાર યુવાઓ ઉશ્કેરાઇ ગયા હતા.

સ્થાનિક ન્યૂઝ ચેનલના કેમરામેનની સામે પણ દાદાગીરી કરી હતી. પોલીસની કોઇ ધાક ન હોવાના દર્શન થયાં હતાં. સ્થળ પર હાજર એક વડીલે ટકોર પણ કરી હતી કે, પોલીસ તો નેતાઓ અને વી.આઇ.પી.ના બંદોબસ્તમાંથી સમય મળે તો અહીં આવે ને !! ૧૫થી ૧૭ વર્ષની ગભરૂ બાળાઓની સુરક્ષા કોણ કરશે? સિટી પીઆઇ બઢતી સાથે બદલી ગયા છે તથા નવા પી.આઇ. આવવાના બાકી છે ત્યારે લોક લાગણી છે કે, લુખ્ખાઓ પર રોક આવે તથા દીકરીઓ માટે રાજ્ય સરકાર બહુ ચિંતિત છે, ત્યારે સારા ઘરની દીકરીઓ અભ્યાસ કરી સુરક્ષિત ઘરે પહોંચે.

રોમિયોગીરીની નવી મોડેસ ઓપરેન્ડી

બપોરે રજાના સમયે ઓપન એર થિયેટરમાં સિટીબસની સેવા પણ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે, પરંતુ ત્યાં હાજર વડીલ સામજીભાઇએ ધ્યાન દોર્યું હતું કે, અમુક છેલબટાઉ છોકરાઓ ટ્રીપલ સીટમાં આવી મિત્રને બાઇક સુપરત કરી સિટી બસમાં ચડી જાય કે જેમાં વિદ્યાર્થિનીઓની ભીડ હોય છે. સંભવત: બસની સહ-મુસાફરીની મજા માણી રૂટમાં આગળ ઉતરી જાય અને મિત્ર સાથે મંગાવેલી પોતાની બાઇકમાં સવાર થઇ જાય છે.

ટ્રાફિક પોલીસ નિયમિત હાજર રહે

અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ જ્યારે એક સાથે રજા સમયે ઘેર જવા નીકળે ત્યારે શાળા પાસે ટ્રાફિક વ્યવસ્થા પણ થોડો સમય માટે ખોરવાઇ જવાનું ખુદ શાળાના સંચાલકોને કહ્યું હતું. જોકે ગુરુવારે સિટી પોલીસનો ટ્રાફિક શાખાનો સ્ટાફ આવી જતાં લવરિયા ભાગી ગયા હતા તથા અમુક પર શંકા જતાં તેમને કામકાજ વગર ઉભા રહેવા કરતાં ઘેર જવાનું કહ્યું હતું.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.