Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

ગુજરાતની વધુ એક યશ કલગી કચ્છની ‘વેસલ ટ્રાફિક સર્વિસ’

Source: Tushar Maheswari, Gandhidham   |   Last Updated 12:05 AM [IST](10/02/2012)
 
 
 
|  

દેશમાં ક્યાંય નથી કચ્છના અખાત જેવી વેસલ ટ્રાફિક સર્વિસ સોમવારે કેન્દ્રીય શિપિંગ મંત્રી કંડલામાં વેસલ ટ્રાફિક સર્વિસનું ઉદ્ઘાટન કરશે : કચ્છના અખાતમાં દાખલ થતા કોઇ પણ જહાજને માર્ગદર્શન આપીને દરિયાઇ અકસ્માતો શૂન્ય કરી શકાશે


દેશના જાહેર ક્ષેત્રના અને ખાનગી ક્ષેત્રના સૌથી મોટા બંદર, કંડલા અને મુંદરા, જ્યાં આવેલા છે એ કચ્છના અખાતમાં હવેથી કોઇ પણ જહાજ પ્રવેશસે તો તરત જ કંડલા સ્થિત વીટીએસમાં એની નોંધ થઇ જશે. હવાઇ યાતાયાત માટે જેમ દરેક એરપોર્ટ પર એર ટ્રાફિક કન્ટ્રોલ કામ કરતું હોય છે એમ આ વીટીએસ કાર્ય કરશે. સોમવારે કેન્દ્રીય શિપિંગ મંત્રી જી.કે.વાસન આ સિસ્ટમનું ઉદ્ઘાટન કરશે.


ડાયરેકટોરેટ જનરલ ઓફ લાઇટશીપ એન્ડ લાઇટહાઉસ દ્વારા અંદાજે R ૧૬૫ કરોડના ખર્ચે કચ્છના અખાતમાં ઇન્ટિગ્રેટેડ વીટીએસનો પ્રોજેક્ટ કાર્યિન્વત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં કંડલા પોર્ટ ટ્રસ્ટ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ પણ ભાગીદાર-સાથીદાર છે.વીટીએસના કાર્યાન્વિત થઇ જવાથી શું ફાયદો થશે તેની વિગત આપતા સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ સિસ્ટમ જહાજોને માર્ગદર્શન આપશે. તેનાથી સુરક્ષિત અને અકસ્માત મુકત જહાજી પ્રવાહ ચાલશે.


આ પ્રકારની સિસ્ટમ અત્યાર સુધી વિદેશમાં જ અમલી બની શકી છે. ભારતમાં આ પ્રથમ જ વખત વેસલ ટ્રાફિક સિસ્ટમ અમલી બનવા જઇ રહી છે. સૂત્રોના કહેવા મુજબ કચ્છના અખાતમાં કચ્છના કોટેશ્વરથી જામગર જિલ્લા ઓખા સુધીના અંદાજે ૭૦૦ કિમી દરિયાઇ પટ્ટીને આ સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવી છે.કંડલામાં તેનું મુખ્યમથક રહેશે અને ડે૫યુટી ડાયરેકટર કક્ષાના અધિકારી સમગ્ર સિસ્ટમનું મોનીટરિંગ કરશે. આ સિસ્ટમ સ્મૂધલી કામ કરી શકે તે માટે ૧૦૦થી ૧૨૫ કૌશલ્યપૂર્ણ કર્મચારીઓ દિવસ રાત કામ કરશે.સૂત્રોના કહેવા મુજબ વીટીએસ શરૂ થઇ જવાથી માત્ર જહાજોનો ટ્રાફિક જ સરળ અને કાર્યક્ષમ નહીં થઇ જાય બલ્કે, તેનાથી સલામતી વધુ સઘન બનશે અને પર્યાવરણનું રક્ષણ થશે.


કેન્દ્રીય શિપિંગ મંત્રી જી.કે. વાસન આ સિસ્ટમનું ઉદ્ઘાટન કરશે ત્યારે તેમની સાથે ડીજીએલએલ (ડાયરેકટર જનરલ ઓફ લાઇટહાઉસ એન્ડ લાઇટશીપ)ના ડાયરેકટર જનરલ, કંડલા પોર્ટના ચેરમેન પી.ડી.વાઘેલા, ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચીફ અક્ઝિકયુટીવ ઓફિસર વગેરે ઉપસ્થિત રહેશે.


વેસલ ટ્રાફિક સર્વિસ એટલે શું?


જેવી રીતે હવાઇ યાતાયાત માટે એર ટ્રાફિક કન્ટ્રોલ હોય છે એમ હાર્બર અથવા પોર્ટ સતાવાળાઓ દ્વારા મરીન ટ્રાફિક મોનીટરિંગ માટે જે સિસ્ટમ લાગુ કરવામાં આવે તેને વેસલ ટ્રાફિક સર્વિસ કહેવામાં આવે છે. મોટાભાગની વીટીએસ સિસ્ટમમાં નિશ્વિત ભૌગોલિક વિસ્તારમાં વેસલ મૂવમેન્ટનો રેકર્ડ રાખવા અને નેવીગેશન સુરક્ષા પુરી પાડવા માટે રડાર, ક્લોઝ સરકીટ ટેલીવિઝન, વીએચએફ રેડિયોટેલિફોની અને ઓટોમેટિક આઇડેન્ટીફીકેશન સિસ્ટમનો ઉપયોગ થાય છે.


આરડીએફ કોને કહેવાય?


આરડીએફ એટલે રેડિયો ડાયરેકશન ફાઇન્ડર. રેડિયો ટ્રાન્સમિશન કઇ દિશામાંથી આવી રહ્યો છે તે નક્કી કરતા સાધનને આરડીએફ કહેવાય. આનાથી જહાજનું સ્થળ આપોઆપ નક્કી કરી શકાય. તે કેવી રીતે કાર્ય કરે એમ પૂછવામાં આવતા આ ક્ષેત્રના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આરડીએફની અલગ અલગ દિશામાં એન્ટેના હોય છે અને જે એન્ટેનામાં સિગ્નલ મજબૂત આવ્યું હોય તે દિશા નક્કી થાય છે.


એઆઇએસ એટલે શું?


જહાજ અને કોસ્ટલ સ્ટેશન વચ્ચે નેવીગેશનલ, સ્ટેટેસ્ટીક અને વોયેજને લગતી માહિતીનું આપોઆપ આદાનપ્રદાન થઇ શકે એવી રીતે ઓટોમેટિક આઇડેન્ટીફીકેશન સિસ્ટમ (એઆઇએસ) ની ડિઝાઈન કરવામાં આવી હોય છે. તેનાથી ખુલ્લા દરિયામાં તેમજ કાંઠાળ પાણીમાં સુરક્ષા અને નેવીગેશનની કાર્યક્ષમતા સુદ્રઢ બનાવી શકાય છે. આ સિસ્ટમ પ્રતિ મિનીટે ૪૫૦૦થી વધુ રિપોર્ટને હેન્ડલ કરી શકે છે. એઆઇએસમાં વીએચએફ ટ્રાન્સરિસીવર, ડિસ્પ્લે એન્ડ સેન્સર સિસ્ટમ, જીપીએસ/ડીજીપીએસ, ઇન્ટરફેસ વીથ વીટીએસનો સમાવેશ થાય છે.


રડાર સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે ?


રડાર એટલે રેડિયો ડિટકટિંગ એન્ડ રેન્જીંગ. કેટલીક ચોક્કસ ફ્રિકવન્સીઝ પર રેડિયો મોજાંના ટ્રાન્સમીશન દ્વારા ઓપરેટ થતી સિસ્ટમ કે જેમાં મોજાં કોઇ પર્દાથ સાથે અથડાઇને રિફ્લેકટ થાય અને રિસીવર દ્વારા તે સંકેત ઝિલાય.જ્યારે કિરણ કોઇ હરતા ફરતા પદાર્થ સાથે અથડાય ત્યારે નોંધપાત્ર ફ્રિકવન્સી ઝિલાય છે અને તે પચર્થની સ્પીડ નક્કી કરી શકાય તે રીતે પ્રતિ કલાકે માઇલમાં દેખાઇ શકે છે.


વીટીએસનું કાર્ય


1 વેસલ ટ્રાફિકની સેફ્ટીમાં સુધારો
2 વેસલ ટ્રાફિકની કાર્યક્ષમતામાં સુધારો
3 વેસલ ટ્રાફિકનો પ્રવાહ નિયંત્રિત
4 જહાજ પર ખતરનાક/હાનિકારક ચીજવસ્તુઓ હોય તો તેની સક્ષમ સતાવાળાઓને જાણ થાય છે
5 પોલ્યુશનના કિસ્સામા વેળાસર જાણ થઇ જાય છે અને વધુ નુકશાન નિવારી શકાય છે.


વીટીએસ હેઠળ કચ્છમાં ક્યાં શું હશે?


કંડલા - માસ્ટર કન્ટ્રોલ સેન્ટર, પોર્ટ મોનીટર  સ્ટેશન, એક્ષ બેન્ડ રડાર, એઆઇએસ, મીટીયોરોલોજીકલ સેન્સર, હાઇડ્રોલોજીકલ સેન્સર, વીએચએફ, નાવટેક્ષ
ભદ્રેશ્વર - રિપીટર સ્ટેશન
નવીનાળ - એક્ષ બેન્ડ રડાર, એઆઇએસ, વીએચએફ 
માંડવી - એક્ષ બેન્ડ રડાર, હાઇડ્રોલોજીકલ સેન્સર
છછી - એક્ષ બેન્ડ રડાર, વીએચએફ
વાંકુ - રિપીટર સ્ટેશન
જખૌ - એક્ષ + એસ બેન્ડ રડાર, એઆઇએસ  આરડીએફ, વીએચએફ
હરૂડી - રિપીટર સ્ટેશન, મોનીટર સ્ટેશન (કોસ્ટગાર્ડ)
કોટેશ્વર- એક્ષ બેન્ડ રડાર
(આ ઉપરાંત જામનગરના દરિયાકાંઠે આવેલા મહત્વના સ્ટેશનોને પણ વીટીએસમાં આવરી લેવામાં આવ્યા છે.)


 

 
 

 
 
 
 
 
 
|  
 
 

Your Opinion

 

Code :
4 + 2

 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.