કચ્છ વિરોધી વલણ તથા અપમાન બદલ
કચ્છીઓની લાગણી દુભાવવા બદલ મોદી સામે કચ્છ કોંગ્રેસ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના આકરા પ્રહારો
કચ્છના પ્રશ્નોની રજૂઆત કરવા ગયેલા રાપર વિસ્તારના ધારાસભ્ય બાબુભાઇ શાહને મોદીએ ‘કચ્છમાં આવું ત્યારે ભિખારીઓના પ્રદેશમાં આવ્યો હોઉં તેવું લાગે છે. કચ્છનું અપમાન કરવા બદલ મુખ્યમંત્રી કચ્છના લોકોની માફી માગે તેવા આક્રોશ સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીએ માગણી કરી છે.
જિ. કોંગ્રેસ પ્રમુખ વી.કે.હુંબલ તથા પ્રભારી મહેશ ઠકકરે જણાવ્યું હતું કે, કચ્છની પ્રજા કહીં ભિખારી નહોતી, ઈતિહાસના પાના ઉથલાવો પેટે પાટા બાંધી દેશ અને દુનિયાના છેડા સુધી જઇ વિશ્વમાં મહેનતકશ પ્રજાનો દાખલો બેસાડ્યો છે. કચ્છીઓ હક્ક માગે છે, ભીખ હરગીઝ નહીં...!!! ગુજરાતની આવકમાં કચ્છનો મુખ્યફાળો છે.
દરેક આફતોમાં કચ્છીઓ પોતાના આત્મબળથી ઊભા થયા છે. ત્યારે કચ્છ માટે આવા શબ્દો વાપરવા પહેલા મુખ્યમંત્રી કચ્છના લોકોની લાગણીને પણ ધ્યાને નથી રાખી. મુખ્યમંત્રીએ કચ્છને દરેક રીતે લૂંટવામાં કંઇ ખામી નથી રાખી કચ્છની જમીનો લોકોને આપવાના બદલે ઉદ્યોગપતિઓ અને ભાજપના આગેવાનોને પધરાવી દીધી છે. કચ્છમાં સદ્ભાવના યાત્રા કરવા નરેન્દ્ર મોદી આવે તે પહેલાં કચ્છની માંફી માગે તેવુ આક્રોશ સાથે હુંબલે જણાવ્યું હતું.
પ્રભારી ઠકકરે જણાવ્યું હતું કે, કચ્છની પ્રજાને હલકી પાડતા શબ્દો ઉચ્ચારનારા મુખ્યમંત્રી કચ્છીઓને સદ્ભાવનાની શીખ આપવાને બદલે આપ ક્ષમાની ભીખ માંગો ! તેમણે કચ્છના અપમાન બદલ જિલ્લાના લોકપ્રતિતિધિ ઓને અવાજ ઉઠાવવા આહ્વાન કર્યું હતું તથા ભાજપના ચૂંટાયેલા કે ફરીથી ચૂંટાવા ઇચ્છુકોને તાકીદ કરી હતી કે, મોદી ટિકિટ આપતા હશે પણ યાદ રાખજો મત તો કચ્છની પ્રજા જ આપશે. જિલ્લા કોંગ્રેસે કચ્છના લોકોને એક બની આ અપમાન સામે લડી લેવા હાકલ કરી હતી.
કચ્છના અપમાન બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ આદમ ચાકીએ માજી સાંસદ ઉષાબેન ઠકકર, જિલ્લા કોંગ્રેસના પ્રવકતા રવીન્દ્ર ત્રવાડી, ભુજ પાલિકાના વપિક્ષીનેતા રાજેન્દ્રરસિંહ જાડેજાએ ઉગ્રપ્રતિનિધિથી જણાવ્યું હતું કે, કચ્છનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બંધ કરાયો, કચ્છના કોલસા બંધ કરવામાં આવ્યા, જનરલ હોસ્પિટલ અદાણીને સ્વાહા કરવામાં આવી, જમીનો અદાણીને પધરાવાઇ, આવા અનેક અન્યાયો કચ્છીઓએ સહન કર્યા છે. ત્યારે તમારી પાસે ભીખ માગવા નથી આવ્યા ?
ર૦૦૦ કરોડ જેટલો સેલટેક્સ કચ્છના ઉદ્યોગગૃહો દ્વારા રાજ્યને મળતો હોય, ત્યારે કચ્છની આવી ક્રૂર મજાક ખુબજ ગંભીર છે. એન.સી.પી.ના ઉપાધ્યક્ષ જયકુમાર સંઘવી આ મુદ્દે તથા યુવક ક્રાંતિદળે પણ પોતાનો વિરોધ નોંધાવી મોદીની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, કચ્છીઓને અપમાનિત કરવાનો તેમને કોઇ અધિકારી નથી. મોદી કચ્છીઓની માફી માગે.