રાજ્યના અંદાજપત્રમાં શિક્ષણ અને દરિયાકાંઠા તથા બન્ની ઘાસના વિકાસ માટે પણ જાહેરાતો કરવામાં આવી છે. રાપરને પણ સરકારી કોલેજ મળી છે.
શું છે કચ્છ માટે જોગવાઇ ?
૧. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં કેમિકલ સાયન્સ એન્ડ ટેકનો. સેન્ટર શરૂ કરવા R ૨.૫૨ કરોડ
૨.રાપરમાં નવી સરકારી કોમર્સ-આર્ટ્સ કોલેજ
૩.બન્ની ઘાસ વિકાસ યોજના હેઠળ કચ્છમાં સારી જાતનું ઘાસ ઉત્પદન્ન કરવા રૂપિયા ૨૪ કરોડની જોગવાઇ
૪.સ્વર્ણિમ ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર વોટર ગ્રીડ યોજના માટે ૪૨૦૦ કરોડ
૫.દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ અને દરિયાઇ જીવસૃષ્ટિઓના સંરક્ષણ માટે ૧૬,૮૩૦ હેકટરમાં ચેરિયાના વૃક્ષોનું વાવેતર કરવા રૂપિયા ૧૫૨૧ કરોડ.
૬.સરહદી વિસ્તાર વિકાસ, પોલીસ તંત્રના આધુનિકીકરણ અને આધુનિક શસ્ત્ર સરંજામથી સજ્જ કરવા માટેની રૂપિયા ૩૩ કરોડની ફાળવણી