Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Kutchh >> Bhuj
 

કચ્છની કાતિલ ઠંડીમાં ભુજનો ભગવાધારી ભીક્ષુક ભરખાયો

 
Source: Bhaskar News, Bhuj   |   Last Updated 1:48 AM [IST](10/02/2012)
 
 
 
 
 
નલિયા ર ડિગ્રી સાથે મોખરે : કંડલા ૯.૪, માંડવી ૧૦ ડિગ્રી
ભુજમાં ૬ ડિગ્રી ટાઢને વેગીલા પવને ધારદાર બનાવતાં લોકો ઠુંઠવાયા


વિક્રમજનક ટાઢના દોરમાંથી પસાર થઇ રહેલાં કચ્છમાં ગુરુવારે પણ કોલ્ડવેવ જારી રહ્યો હતો અને ગાંધીધામ પછી આજે ગુરુવારે ભુજમાં પણ એક ભીક્ષુક ઠુંઠવાઇને મૃત્યુ પામતાં જિલ્લામાં ઠંડીનો મરણાંક છ થયો હતો.

બુધવારે રેકોર્ડબ્રેક ૦.૮ ડિગ્રી ટાઢથી થથરી ઉઠેલું નલિયા આજે બીજા દિવસે ર ડિગ્રી સાથે રાજ્યનું બીજા નંબરનું સૌથી શિતમથક બની રહ્યું હતું. પાડોશી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં ૧.૩ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. કચ્છના પાટનગર ભુજમાં ૬ ડિગ્રી સાથે ઠંડીમાં આંશિક વધારો નોંધાયો હતો, પરંતુ પ્રતિકલાકે ૮ કિ.મી.ની ઝડપે ફુંકાયેલા પવને ટાઢને કાતિલ બનાવી હતી. મહાબંદર કંડલામાં ૯.૪ અને બંદરીયનગરી માંડવીમાં ૧૦ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેતાં આ કાંઠાળ વિસ્તારોએ પણ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો.

ભુજમાં આત્મારામ સર્કલ પાસે ભગવાધારી ભીક્ષુક ઠંડીનો ભોગ બન્યો હતો, સાંજે જાહેરસ્થળે પડેલી તેની લાશ મળી આવતાં જનરલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાઇ હતી, પોલીસના જણાવ્યા પ્રમાણે અંદાજે ૪પથી પ૦ વર્ષની વયના તેમજ લાંબી કાળી દાઢી અને કાળા વાળ ધરાવતાં આ અજાણ્યા શખ્સે પીળી લંગોટી અને પીળો ઝભ્ભો પહેર્યો હોવાથી તે ભીક્ષુક બાવો હોવાનું જણાયું છે અને તેનું મોત ઠંડીથી જ થયું હોવાની શક્યતા છે.

દરમિયાન જિલ્લાના રણકાંધીના વિસ્તારોમાં કડકડતી ટાઢનો પ્રભાવ જનજીવન પર વર્તાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં સાંજ પછી તાપણા પ્રગટયાં હતાં. રાત સન્નાટાભરી બની હતી. વહેલી સવારે પણ દૂધ કે છાપાવાળા પણ ગરમ કપડામાં વીંટાઇને નીકળી રહ્યા છે, જોકે આજે પણ સવારની પાળીમાં શાળાએ જતાં બાળકો ઠુંઠવાતા નજરે પડ્યા હતા. રણ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે.

કચ્છમાં ઠંડીથી છ મોત થયાં

ભુજમાં ગુરુવારે ભીક્ષુકનું ટાઢથી મોત થયું એ પૂર્વે ગાંધીધામ, અંજાર અને ભુજ સહિતના સ્થળોએ બીજી પાંચ વ્યક્તિ ઠંડીનો ભોગ બની ચૂકી છે. મોટા ભાગના મૃતકો શ્રમજીવી કે, ભીક્ષુક તેમજ બિમાર હતા, તેવું તારણ નીકળ્યું છે. દરમિયાન સામખિયાળીમાં બે દિવસ દરમિયાન વિવિધ બિમારીથી પીડાતા બે વૃદ્ધ અને એક બાળકી માટે કડકડતી ટાઢ જીવલેણ બની હતી. આ ત્રણે અબાલ વૃદ્ધો નાદુરસ્ત તબીયત તો ધરાવતા હતા પણ વધેલી ઠંડી મોત માટે નિમિત બની હોવાનું કેટલાક ગ્રામજનોએ જણાવ્યું હતું.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.