પાંચ હજાર વર્ષ પૂર્વે અવતરેલા ભગવાન શ્રીકૃષ્ણ આજના યુગમાં હોત તો દરેક ક્ષેત્રમાં ‘ગુરુ’ સમાન હોત. બાળક હોય, યુવાન હોય કે પછી વૃદ્ધ હોય કાનૂડો બધાને પોતાનો લાગ્યો છે અને આગામી સમયમાં પણ તે સૌના આદર્શ રહેશે.
જન્માષ્ટમીના પર્વે ધર્મે, જાત પ્રદેશના બંધનથી મુક્ત ‘રણછોડ’ વિશે વિવિધ ક્ષેત્રના મોવડીઓ શું કહે છે તે જાણવું રસપ્રદ બનશે.
અડચણ આવે ત્યારે કૃષ્ણને યાદ કરવા પડે
આજે રોજબરોજ ટેન્શનનું પ્રમાણ વધી ગયું છે, ત્યારે કૃષ્ણ સાચા અર્થમાં પ્રસ્તુત છે. ભગવતગીતા મારો જીવનમંત્ર છે હું જ્યારે ફસાઉં છું કે અડચણ થાય છે, ત્યારે કૃષ્ણને નજર સમક્ષ રાખી માર્ગ શોધું છું અને તેમાં સફળતા મળે છે. આજન યુગમાં કૃષ્ણ અવતરે તો તે મેનેજમેન્ટ ગુરુ પદવી મળે તેમ છે. જીવનના દરેક પ્રશ્નોનો ઉકેલ કાનૂડામાં સમાયેલો છે. ડૉ. શશિરંજન યાદવ, કુલપતિ
પ્રેમ, કરુણા અને મુત્સદ્ગીરીનું સ્વરૂપ
એક સાથે જે વ્યક્તિ પ્રેમ, કરુણા, વિનમ્રતા, મુત્સદ્ગીરી જેવા ગુણો આત્મસાત કરે છે, ત્યારે તે ‘ભગવાન’ની ઉપમાં મેળવે છે ખરેખર કૃષ્ણે ભકિત માર્ગ, જ્ઞાન માર્ગ, કર્મનો માર્ગ, બખુબી દરેકને બતાવ્યો છે. રામમાં માત્ર કર્તવ્ય પારાયણતા હતી, પરંતુ આપણા કાનૂડામાં તો ભારોભાર દરેક ગુણો ભર્યા છે. આજના યુગમાં તેઓ સારી રીતે પ્રેકિટકલ સાબિત થાય છે. ડૉ. મહેશ ઠક્કર, જીયોલોજીસ્ટ
આજે તો પળેપળ કૃષ્ણની જરૂર છે
કૃષ્ણ એ કર્મનો સિદ્ધાંત આપી સાચી સમાજ સેવા કરી છે. કાનૂડાના અનેક રૂપ છ ેતે પૈકી કર્મળ્યોગ તો અદ્ભુત છે. એક અધિકારી તરીકે કહું તો ભુજના નાગરિકો કર્મ અને જવાબદારીપૂર્વક વર્તે તો નગર સાચા અર્થમાં નંદનવન બની જાય તેમ છે આજે ગલીએ ગલી અને ગામે ગામ તે સમયમાં નહોતી તેવી જરૂરિયાત છે. ચેતન ડુડિયા, ચીફ ઓફિસર
પ્રેમના પયગમ્બરને કોઇ આંબી ન શકે
હું કૃષ્ણને ભગવાન ઉપરાંત એક રોમેન્ટિક વ્યક્તિ તરીકે નહિાળું છું પ્રેમથી તરબર ઇન્સાન દરેક પ્રેમીઓનો આદર્શ છે ‘પ્લેટોનિક લવ’ તો આજે કહેવાયું છે, પરંતુ ક્રિષ્ન કનૈયાએ તો આજથી હજારો વર્ષ પૂર્વ આવા ‘લવ’ની વ્યાખ્યા આપી હતી. ખરેખર ક્રિષ્ના વી મિસ યુ. રોઝી મહેતા, વિદ્યાર્થિની