લક્ષ્ય ડેવલોપર્સની ઓફિસે આઇટીનો જે સર્વે ૨૪ કલાક ચાલ્યો : બે દિ’માં બે ડિસ્કલોઝર
ગાંધીધામમાં બુધવારે પડેલા આઇટી દરોડાની કામગીરી આજે સાંજ સુધી ચાલી હતી. લક્ષ્ય ડેવલોપર્સના સંચાલકો દ્વારા રૂપિયા ૬.પ૦ કરોડનું ડિસ્કલોઝર જાહેર કરાયું હતું.
ગાંધીધામ સ્થિત અધિક આવકવેરા કમિશનર કચેરી દ્વારા પડાણામાં પ્રોજેક્ટ ધરાવતા લક્ષ્ય ડેવલોપર્સની ગાંધીધામની ઓફિસમાં સર્વે શરૂ કરાયો હતો. ધારણા મુજબ બેહિસાબી વ્યવહારો ચકાસવાની કામગીરી ર૪ કલાકથી વધુ સમય ચાલી હતી. આજે સાંજે સંચાલકો દ્વારા રૂપિયા ૬.પ૦ કરોડના બેનામી નાણાંના વ્યવહારો જાહેર કરાયા હતા.