Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Kutchh >> Bhuj
 

૧૨૫ ઉદ્યોગો: ૧૭ હજાર કરોડનું રોકાણ

 
Source: Samira Dal, Bhuj   |   Last Updated 3:09 AM [IST](24/01/2011)
 
 
 
 
 
ભૂકંપ પછીના દાયકામાં અકલ્પનીય ઔદ્યોગિક વિકાસ : ટેક્સ હોલી-ડે પૂર્ણ થયા બાદ પણ ચિત્ર ઉજળું

દોઢ દાયકા પહેલાં ગુજરાતના પ્રથમ દસ પછાત જિલ્લાઓમાં સ્થાન ધરાવતા કચ્છ પ્રદેશે મહાવિનાશક ભૂકંપ ૨૦૦૧ના દશક બાદ ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે જબ્બર હરણ ફાળ ભરી છે. નર્જિન અને વેરાન ગણાતા આ પંથકનું નામ લેતા જ જેમના મોતિયા મરી જતા એવા ઉદ્યોગો ફૂલ જેમ મધમાખીને ખેંચી લાવે એમ અહીં આકષૉયા યા છે.

ભૂકંપ બાદના દાયકા દરમિયાન અહીં ૯૨ જેટલી નવી ઇન્ડસ્ટ્રીઓ સ્થપાઇ છે અને અંદાજે એટલાં જ કરોડનું રોકાણ થયું છે. આ પ્રગતિ અકલ્પનીય ગણી શકાય એવી છે. નખત્રાણા અને રાપર જેવા પંથકને બાદ કરતા જિલ્લાના સામખિયાળીથી મુન્દ્રા સુધીનો વિસ્તાર ઉદ્યોગથી ધમધમી ઉઠ્યો છે.

સીમાડા જાગી ઉઠ્યા

નર્જિન અને ભેંકાર ભાસતા કચ્છના સરહદી વિસ્તારોમાં વિવિધ ઉદ્યોગો આવતા હવે સુનકાર વાતાવરણમાં ચહલ પહલ જોવા મળી રહી છે. આ વિસ્તારોમાં કેમિકલ અને સિમેન્ટ કંપનીઓ સ્થપાતા જાણે સીમાડા જાગી ઉઠ્યા હોય એવો માહોલ જોવા મળે છે.

સ્થાનિકોને રોજગારીનો પ્રશ્ન

કચ્છમાં સ્થપાયેલા ઉદ્યોગો સ્થાનિકોને રોજગારી આપવામાં ઉણા ઉતર્યા છે એવી કાગારોળ વચ્ચે પણ અંદાજે ઓછામાં ઓછા ચાર-પાંચ લાખ લોકોને ધંધા રોજગાર મળ્યા છે. બીજી બાજુ સ્થાનિક લોકોમાં કૌશલ્ય ઓછું હોવાને લીધે નાછુટકે ઉદ્યોગોએ પરપ્રાંતથી કામદારો રાખવા પડે છે. છતાં મોટા ભાગની કંપનીઓ સ્થાનિક લોકોને રાખવાનું પસંદ કરે છે.

બે લાખ કરોડના થયા એમઓયુ

કચ્છમાં ભૂકંપ બાદ થયેલા ઐધ્યોગિક વિકાસની ગતિ ભવિષ્યમાં પણ વણથંભી રહે એવા અણસારો તાજેતરમાંજ જોવા મળ્યા છે. ગુજરાત સરકારની વાઇબ્રન્ટ સમિટમાં કચ્છમાં બિઝનેસ સ્થાપવામાટે કેટલીક કંપનીઓએ મોટા પાયે રોકાણ કરવાની તૈયારી બતાવી છે. આ વખતે અંદાજે બે લાખ કરોડના એમઓયુ સાઇન થયા છે. એમ ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસટ્રીઝ એસોશિએશનના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફડકેએ જણાવ્યું હતું. આવનારા દિવસોમાં કચ્છ જિલ્લો વિન્ડ પાવર, સિમેન્ટ, ગ્લાસના ઉત્પાદન ક્ષેત્રે ટોચનું સ્થાન મેળવે તો નવાઇ નહિ. નવા ઉદ્યોગો સ્થપાવાની સાથે સ્થાનિક લોકોને રોજગારીની તકો પણ વધશે.

ઇન્ફ્રાસ્ટ્રકચરની કમી છતાં બેસ્ટ સિનારિયો

ઉદ્યોગોના વિકાસ માટે કોઇ પણ પ્રદેશમાં રોડ, પાણી અને વીજળી પૂરતા પ્રમાણમાં જરૂરી છે. કચ્છ આ મામલે કેટલીક કમી હોવા છતાં એકંદરે ઉજળું ચિત્ર જોવા મળે છે. ભૂકંપ પહેલાં ઉદ્યોગ ગાંધીધામમાં હતા, જેનો વ્યાપ હવે વધી ગયો છે.

સિમેન્ટ કંપનીઓનું પદાર્પણ

સિમેન્ટ કંપની સાથે સંકળાયેલા રસિકભાઇ મામતોરાએ કહ્યું, કચ્છમાં સિમેન્ટ ઉત્પાદન માટે ઉપયોગી વાતાવરણ મળી રહેતા દાયકા દરમિયાન બે કંપનીઓ અહીં પાયા નાખી ચૂકી છે. નજીકના ભવિષ્યમાં રિલાયન્સ, અદાણી જેવી ટોચની કંપનીઓ ઝંપલાવે એવી શક્યતા છે.

વીજળી ઉત્પાદનમાં ઝળહળાટ

વીજળીએ દરેક ક્ષેત્રના વિકાસ માટે પાયાની શક્તિ છે. એ બાબતે પણ કચ્છ શકિતશાળી બન્યું છે. માંડવી અને મુન્દ્રામાં સ્થપાયેલા પાવર પ્લાન્ટ થકી વીજળીનું માતબર ઉત્પાદન થવા લાગ્યું છે. એક અંદાજ પ્રમાણે ૧૦ હજાર મેગાવોટથી વધુનુ ઉત્પાદન થતા આ પ્રમાણ રાજ્ય સ્તરે પણ આગળ પડતું છે.

સ્ટીલથી માંડીને ખાદ્યતેલ

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સૂત્રોએ જણાવ્યું કે, ભૂકંપ બાદના દસ વર્ષના સમયમાં કચ્છની ભૂમિ પર સિમેન્ટ, સ્ટીલ, એન્જિનિયરિંગ, પાવર, કેમિકલ, ખાદ્યતેલ વગેરેનું ઉત્પાદન કરતા અનેક ઉદ્યોગ સ્થપાઇ ચૂક્યા છે.

ટેક્સ બેનિફિટ પૂર્ણ થતા કેટલાંક બંધ થયા

કચ્છમાં ૨૦૦૧ બાદ ટેક્સમાં છુટછાટો આપતા લાભની જાહેરાત બાદ અનેક ઉદ્યોગ અહીં સ્થપાઇ ચૂક્યા છે. ડિસેમ્બર ૨૦૧૦ના અંતે આ બેનિફિટની મુદ્દત પૂર્ણ થઇ. એ દરમિયાન અમુક ઉદ્યોગોએ સંકેલો કર્યો છે.

વિન્ડ એનર્જીમાં મોખરે

ઔદ્યોગિકરણને લીધે અહીં વિન્ડ એનર્જીનું ઉત્પાદન પણ થવા લાગ્યું છે. તે એટલી હદે કે એ ક્ષેત્રે વિશ્વની ટોચની પાંચ સાઇટમાં કચ્છનું નામ લેવામાં આવે છે. જેમાં એક હજાર મેગા વોટથી વધારે વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.