શીતલા સાતમના દિવસે માતાનામઢ ખાતે માતાજીના દર્શને હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં મિનિ મેળાનો માહોલ સર્જાયો હતો. ઠેક-ઠેકાણે ખાનગી વાહનોની લાંબી કતાર લાગી હતી.
તીર્થધામ ખાતે વહેલી સવારથી ભકતો ઉમટી પડતાં લાબંી કતારો લાગી હતી. ભાવિકોના ધસારાથી ચાચરાકુંડની ધર્મશાળા, જાગીર ટ્રસ્ટની ધર્મશાળા સહિતના રહેવા માટેના સ્થળો હાઉસફૂલ થઇ ગયા હતા. ચાચરાકુંડથી બસ સ્ટેશન તેમજ તેના આસપાસના વિસ્તારોમા મોટી સંખ્યામાં વાહનો પાર્ક કરાયા હોવાથી બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકજામનાં ર્દશ્યો પણ સર્જાયા હતા.તે સાથે વરસાદી ઝાપટાંને કારણે પાણી ભરાતાં યાત્રિકો પરેશાનીમાં મૂકાયા હતા. સચિન દેિઢયા તેમજ ગિરીશ જોષીએ જણાવ્યું હતું કે, દર્શનાર્થીઓની સંખ્યા પણ અંદાજે દસેક હજારથી ઉપરનો આંક વટાવી ચૂકી છે. દેશ-વિદેશમાં ધંધાથેg રહેતા પાટીદાર સમાજના પરિવારજનો સાતમ-આઠમની ઉજવણી કરવા માટે નખત્રાણા તેમજ લખપત તાલુકામાં આવતા હોવાથી મઢમાં માથું ટેકવવા અમુક સમય આવે છે. ભાવિકોના ધસારાથી વેપારીઓ ખુશ થયા હતા.