ઝડપથી લાંબા અંતર સુધી ચાલવાથી, જોગિંગ કરવાથી તેમજ સીડી ચડવા જેવી કસરત અડધો કલાક સુધી કરવામાં આવે તો કેન્સરનું જોખમ ઘટી શકે છે. વિશ્વ કેન્સર રિસર્ચ ફંડના જણાવ્યા અનુસાર આ જે લોકો પોતાને ફીટ રાખે છે તેમને પાછલી જિંદગીમાં કેન્સરનું જોખમ ઘટી જતું હોવાના પુરાવા પણ મળ્યા છે. સંશોધક ડો. રેચેલ થોમ્સને જણાવ્યું હતું કે આપ જેટલા સક્રિય રહેશો એટલું જ કેન્સર આપનાથી દૂર ભાગતું રહેશે. આ માટે આપને પોતાની જીવનશૈલીમાં થોડંુ પરિવર્તન લાવવું પડશે. રેચેલે જણાવ્યું હતું કે કસરતથી ?દયરોગ, હાઈ બ્લડપ્રેશર અનેડાયાબિટીસ જેવી બીમારીઓ ઉપરાંત કેન્સરથી પણ બચી શકાતું હોવાનું પ્રથમ વખત જાણવા મળ્યું છે.