૨૬ વર્ષ જુના કચ્છના એન્કાઉન્ટર કેસમાં કુલદીપ શમૉ સામે નોંધાયેલી ફરિયાદ ગુજરાત હાઇકોર્ટે રદ કરી દેતાં સુરતના આસફિ અમદાવાદી કેસમાં તપાસ કરી રહેલી સીઆઈડી (ક્રાઇમ)ની ટીમ સામે અનેક પડકારો ઊભા થયા છે. જોકે, ત્રણ માસથી તપાસ કરી રહેલી આ ટીમ પાસે આજની તારીખે કેસને કોર્ટમાં સાબિત કરી શકાય તેવા કોઇ જ પુરાવા નથી.
રાજ્ય સરકાર સામે બાથ ભીડનાર સન ૧૯૭૫ની બેચના આઈપીએસ અધિકારી કુલદીપ શમૉ સામે કાયદાકીય રીતે લડવા માટે બે કેસ હતા, જેમાં એક કેસ કચ્છ એન્કાઉન્ટરનો અને દિલીપ મરાઠા અને આસફિ એન્કાઉન્ટરનો હતો. કુલદીપ શમૉ જ્યારે સુરત શહેરના પોલીસ કમિશનર હતા ત્યારે તા. ૧૫-૯-૧૯૯૯ના રોજ લાજપોર પાસે દિલીપ મરાઠા અને આસફિના એન્કાઉન્ટરની ઘટના બની હતી. દસ વર્ષે આસફિનું એન્કાઉન્ટર ખોટંુ પુરવાર કરવાની કામગીરી ચારેક માસ પહેલાં સીઆઈડી ક્રાઇમના વડા વી.વી. રબારીને સોંપવામાં આવી હતી. તેમણે સીઆઈડીના વડોદરા વિભાગને આ કેસની ઇન્કવાયરીના હુકમો કર્યા હતા. સીઆઈડી ક્રાઇમની ટીમ અત્યાર સુધીમાં હાજરાબીબીનું નિવેદન લેવા સિવાઇ કોઇ જ પુરાવો મેળવી શકી નથી. હાલમાં સીઆઈડી ક્રાઇમના વડોદરા રૂરલના પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી. રાઠોડ આ ઇન્કવાયરી કરી રહ્યા હતા પરંતુ બે દિવસ પહેલાં તેમની બદલી સુરત શહેરમાં થતાં વળી આ ઇન્કવાયરી પર પ્રશ્નાર્થ મુકાઇ ગયો છે.
તાજના સાક્ષીની શોધ
કચ્છ એન્કાઉન્ટર બાદ કુલદીપ શમૉ સામે માત્ર અને માત્ર આસફિ અમદાવાદી એન્કાઉન્ટર કેસ જ બચ્યો છે, પરંતુ આ કેસમાં પણ અન્ય કોઇ પુરાવા મળતા નથી. તેથી તપાસ કરતી ટીમ જ નહીં રાજકીય માંધાતાઓ પણ જે તે વખતે એન્કાઉન્ટરમાં સામેલ પોલીસ અધિકારીઓને તાજના સાક્ષી બનાવવા માટે મથામણ કરી રહ્યા છે.
કોંગ્રેસના માંધાતાઓ સામા પક્ષે
એકબાજુ કુલદીપ શમૉ સામે આસફિ એન્કાઉન્ટર કેસમાં પાક્કા પુરાવા એકત્ર કરવાની જવાબદારી સીઆઈડીને સોંપવામાં આવી છે, તો બીજીબાજુ કોંગ્રેસના માંધાતાઓ કુલદીપ શમૉની વહારે આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ કેસમાં ફરિયાદ પક્ષને મનાવવા તેમજ અન્ય પોલીસ અધિકારીઓને પણ અગાઉનાં નિવેદનોને વળગી રહેવા માટે મનાવવાના કામમાં કેટલાક નેતાઓ લાગ્યા છે.