લસણ હ્રદય રોગથી બચવા માટે અકસીર હોવા છતાં દર્દીઓ તેની વાસના કારણે લસણ ખાવાનું પસંદ કરતા નથી. પરંતુ તાજેતરમાં અમેરિકામાં થયેલા એક સંશોધનથી માલુમ પડયું છે કે લસણ ખાધા બાદ એક ગ્લાસ દૂધ પીવાથી લસણની વાસ મહદ્અંશે દૂર થઈ જાય છે. લસણમાં એલિલ મિથાઈલ સલ્ફાઈડ નામનું રસાયણ હોય છે. પેટમાં ગયા બાદ પણ આ રસાયણ વિઘટિત થતું નથી જેથી શ્ર્વાસમાં લસણની તીખી વાસ આવતી રહે છે.
પરંતુ જો લસણ ખાધા બાદ ૨૦૦ મીલી દૂધ પીવામાં આવે તો આ વાસને લગભગ
૫૦ ટકા સુધી ઓછી કરી શકાય છે.
લસણની વાસ દૂર કરવા માટે સ્કિમ્ડ મિલ્ડના બદલે ફૂલ ફેટ વધુ લાભદાયી સાબિત થાય છે. જો ભોજનની સાથે દૂધ પીવામાં આવે તો તેની વધારે અસર જોવા મળે છે.