વર્ગમાં સેકસ સંબંધિત બાબતોને વધુ મહત્વ આપતાં અને નગ્નતાનો પ્રયોગ કરાવતા એનઆઇડીના ચર્ચાસ્પદ પ્રો. ક્રિષ્નેશ મહેતાને એક વર્ષ સુધી પગાર વધારો- ઇિન્ક્રમેન્ટ ન આપવાનો નિર્ણય લેવાયો છે. તપાસ સમિતિએ સત્તાધીશોને રજુ કરેલા રિપોર્ટને આધારે આ નિર્ણય લેવાયો છે, જેમાં દંડરૂપે પ્રો. મહેતાને એક વર્ષ ઇિન્ક્રમેન્ટના લાભમાંથી બાકાત રાખવામાં આવશે.
એનઆઇડીના પૂર્વ વિદ્યાર્થી સૌરભકુમારે ઇ-મેઈલ લખીને પ્રોફેસર વર્ગમાં નગ્નતાના પ્રયોગો કરાવતા હોવાનું લખ્યું હતું. તેના મેઈલ અનુસાર પ્રો. મહેતા વર્ગમાં સેકસ અને નગ્નતાને વણજોઈતું મહત્વ આપતા હતા. આ પછી ત્રણ સભ્યની તપાસ સમિતિ રચાઈ હતી.
તપાસ દરમિયાન વિદ્યાર્થીએ પોતાના આક્ષેપોમાં તથ્ય હોવાનું જણાવ્યું હતું. એનઆઇડીના રજિસ્ટ્રાર વજિયા દેશમુખ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, ‘પ્રો. મહેતા ‘ક્રિએિંટગ ક્રિએટિવિટી અને ઇનોવેિંટગ ઇનોવેશન’ના સેશન્સ ભણાવતા હતા, જે કોર્સ હવે ચાલુ નહીં રખાય. તેઓના ઇરાદા ખરાબ ન હતા પણ તેઓ નિશ્ર્વિત કોર્સ શૈલી કરતાં અલગ રીતે જ વિદ્યાર્થીઓને ભણાવતા હતા, જે અયોગ્ય પદ્ધતિ હતી. સમિતિએ નક્કી કયુંં છે કે આ કોર્સ વર્કશોપ તરીકે ચાલી શકશે પણ તે અભ્યાસક્રમનો હિસ્સો નથી.