સલમાન ખાન કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે જ છે. તે તેના ચાહકોને મળવા તથા તેમને ભેટ આપવા માટે પણ જાણીતો છે. હમણાંની જ વાત કરીએ તો સલમાન તેની આગામી ફિલ્મ દબંગના પ્રમોશન માટે સોનાક્ષી સિંહા અને તેના ભાઈ તથા પ્રોડÛુસર અરબાઝ સાથે એક થિએટરમાં આવ્યો હતો. તે સમયે તેને મળવા તથા તેની સાથે હાથ મિલાવવા માટે અનેક ચાહકો ઊમટયા હતા. તેઓ સિકયુરિટીને ખસેડીને પણ તેને મળવા ધસી ગયા હતા. કોમલ સિન્હા પણ આવા જ ચાહકોમાં સમાવેશ ધરાવે છે.
તે તેના પતિ સાથે સલમાને યોજેલી ફિલ્મ દબંગની પ્રેસ કોન્ફરન્સમાં આવી હતી. તેણે માઈક હાથમાં લઈને સલમાનને જણાવ્યું હતું કે, તે એક વખત તેને સ્પર્શ કરવા ઈચ્છે છે. તેના બાવડેબાજ શરીરને દર્શાવતી સ્કિન ટાઈટ ટી-શર્ટમાં આવેલા સલમાને તેની આ ચાહકની ઈચ્છાને માન આપ્યું હતું. કોમલ કહે છે કે સલમાનને તેને તેનું નામ પૂછ્યું હતું અને ભીડમાં રહેલા તેના પતિને પણ હાથ કર્યો હતો. કોમલ કહે છે કે સલમાન વાસ્તવિક વધારે સારો દેખાય છે. સલમાને તેની વાત માનીને તેને જિંદગીભર યાદ રહે તેવી ભેટ આપી છે.