ઈશા કોપીકરનાં લગ્ન થઈ ગયાં છે તેમ છતાં તે ફિલ્મોમાં કામ કરી રહી છે. માત્ર કામ કરી રહી છે તેમ નહીં, તેણે તેની પહેલાની ગ્લેમરસ ઇમેજ જાળવી રાખી છે. તેની ફિલ્મ હેલો ડાિલઁગ શુક્રવારે રિલીઝ થઈ છે. તેની આ ફિલ્મ હિન્દીની સાથોસાથ તામિલ, કન્નડ અને તેલુગુમાં પણ બની છે. તેનાં લગ્ન થઈ ગયાં છતાં તેની ઈમેજ હજી પણ હોટ અને સેકસી છે. તે કહે છે કે લગ્ન બાદ વ્યક્તિનું જીવન બદલાય છે અને તેના પર ઘણી જવાબદારીઓ પણ આવે છે. તેમ છતાં મને મારી કારકિર્દીમાં મારો પરિવાર સાથ આપે છે. તે વધુમાં કહે છે કે મારા પતિ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા નથી તેમ છતાં તેઓ મને મદદ કરે છે. તેમને મારા કામ પર અને મારા નિર્ણયો પર વિશ્વાસ છે. ઈશા કહે છે કે ફિલ્મમાં સ્કિ્રપ્ટ પ્રમાણે દ્રશ્યો આપવાં પડે છે. લગ્ન પછી પણ આવાં દ્રશ્યો ભજવવામાં મને કોઈ વાંધો નથી.