પાલનપુર નગરપાલિકાની ૧૮ સમિતિઓનો સમયકાળ પૂર્ણ થતાં નવિન સમિતિઓની રચના માટે સોમવારે પાલિકામાં બેઠક મળી હતી. પરંતુ સમિતિઓની રચનાને લઇ કોંગ્રેસ-ભાજપના કેટલાક સદસ્યો વચ્ચે રાજકીય સોગઠાબાજી ગોઠવાઇ હોવાની શહેરમાં ચર્ચા શરૂ થતાં સ્થાનિક ક્ષેત્રે રાજકીય ગરમાવો પ્રસર્યો છે.
પાલનપુર નગરપાલિકાની ૧૮ સમિતિના હોદ્દેદારોનો સમયકાળ પૂર્ણ થતાં સમિતિઓના નવિન હોદ્દેદારોની વરણી માટે સોમવારે બેઠક મળી હતી. તે બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે રાજકીય શતરંજ ખેલાઇ હતી.
નગરપાલિકામાં અત્યારે કુલ ૩૬ સદસ્યો પૈકી ભાજપના ૧૭ કોંગ્રેસના ૧૩ અને અપક્ષના ૬ સદસ્યો છે. જેથી ભાજપ પાસે બહુમતી છે. પરંતુ સોમવારે મળેલી સમિતિઓની બેઠકમાં ભાજપના ચાર અને કોંગ્રેસના એક સદસ્ય ગેરહાજર રહ્યા હતા. સમિતિઓની રચના માટે સદસ્યો ના મત લેવામાં આવ્યા, ત્યારે બેઠકમાં ઉપસ્થિત ૩૧ સદસ્યો પૈકી ૧૬ સદસ્યોએ કોંગ્રેસ રચિત સમિતિઓને ટેકો આપ્યો હતો. જ્યારે ૧૩ સદસ્યો ભાજપ તરફે રહ્યા હતા. જેમાં ભાજપના પીનાકીનભાઇ ઓઝા અને અશોકભાઇ ઠાકોરે ભાજપ કે કોંગ્રેસ બંÌોમાંથી એકે પક્ષને પોતાનો ટેકો આપ્યો ન હતો. જેને કારણે શહેરના રાજકીય ધુરંધરો પણ અચંબામાં પડી ગયા હતા. પાલિકાની આ બેઠકને લઇ શહેરના મતદારોમાં અનેક તર્ક-વિતકોg સર્જાવા પામ્યા છે. લોકોમાં એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે, સમિતિઓની રચના માટે ભાજપ અને કોંગ્રેસના કેટલાક સદસ્યો વચ્ચે રાજકીય સોગઠાબાજી થઇ હતી. જેના કારણે ભાજપ અને કોંગ્રેસ બંÌો પક્ષના સદસ્યોને પક્ષ દ્વારા બેઠકમાં ફરજીયાત હાજર રહી પક્ષ દ્વારા રચિત કમિટિઓને ટેકો આપવા વ્હીપ અપાઇ હતી. તેમ છતાં બેઠકમાં હાજર ભાજપના સદસ્ય પિનાકીનભાઇ ઓઝા અને અશોકભાઇ ઠાકોરે ભાજપ કે કોંગ્રેસની સમિતિઓને ટેકો આપ્યો ન હતો. પરંતુ કોંગ્રેસે રચેલી સમિતિઓમાં ભાજપના આ બંÌો સદસ્યોના નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમજ પાલિકાની મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન પદે પિનાકીન ઓઝા અને ટાઉન પ્લાનીંગ કમિટિમાં અશોકભાઇ ઠાકોરની ચેરમેન પદે વરણી કરવામાં આવી તે બાબતને લઇ અનેક શંકાઓ ઊભી થવા પામી છે. તેમજ ભાજપના સદસ્યો ગેરહાજર રહ્યા તે પણ એક રાજકીય ષડયંત્રનો ભાગ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેને લઇ શહેરમાં રાજકીય હલચલ મચી છે.
પક્ષના વ્હીપનો અનાદર કરનાર સામે પગલાં ભરાશે
પાલનપુર પાલિકાની સમિતિની રચના માટે મળેલી બેઠકમાં ભાજપ પક્ષ દ્વારા વ્હીપ આપવામાં આવ્યો હોવા છતાં ગેરહાજર રહી તેમજ બેઠકમાં ઉપસ્થિત હોવા છતાં પક્ષની તરફે ન રહેનારા સભ્યો સામે પ્રદેશ ભાજપને કાર્યવાહી માટે રિપોર્ટ કરવામાં આવશે તેમ જિલ્લા ભાજપ પ્રમુખ ડા¸. કે. એસ. મોગરાએ જણાવ્યુંં હતું. જ્યારે કોંગ્રેસના શહેર પ્રમુખ મહેન્દ્રભાઇ જોષીએ પણ બેઠકમાં ગેરહાજર રહેનાર કોંગ્રેસના એક સદસ્યા સામે પગલાં ભરવા કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
બેઠક પૂર્વે ભાજપ અગ્રણીઓએ સદસ્યો સાથે વાટાઘાટો કરી હતી
પાલનપુર પાલિકાની બેઠક પૂર્વે શહેર અને જિલ્લા ભાજપના કેટલાક હોદ્દેદારોએ પાલિકાના ભાજપના સદસ્યો સાથે વાટાઘાટો કરી હતી. દરમિયાન ટાઉનપ્લાનીંગ અને કારોબારી સમિતિ માટે કેટલાક સદસ્યોએ માંગ કરી હતી. પરંતુ પક્ષે તેમની વાત િસ્વકારી ન હતી. જેથી આ નારાજ સદસ્યોએ પાલિકાની બેઠકમાં ભાજપની સમિતિઓને ટેકો ન આપવો તેમજ ગેરહાજર રહેવાનો નિર્ણય લઇ કોંગ્રેસ સાથે રાજકીય સોદાબાજી કરી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.