ગોંડલના ચરખડી ગામના શિક્ષકના નામે છેલ્લા ૧પ જેટલા બોગસ સીમકાર્ડ ઇશ્યુ કરવાના પ્રકરણમાં જૂનાગઢ, ગોંડલ અને કેશોદના છ ડસ્ટિ્રીબ્યુટરની સંડોવણી ખૂલતા જિલ્લાની સ્પે.ઓપરેશન ગ્રૂપે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યા છે. જેલહવાલે કરાયેલા શખ્સો એરસેલ અને એરટેલ કંપનીનાં ડસ્ટિ્રીબ્યુટર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ચરખડી ગામના શિક્ષક મનિષ બાબુભાઇ સોરિઠયાએ પોતાના નામે ૧પ જેટલા એરટેલ અને એરસેલ કંપનીના બોગસ સીમકાર્ડ ઇશ્યુ થઇ ગયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે અંગેની જિલ્લાની એસ.ઓ.જી.એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં ગોંડલમાં ઓમ માર્કેટિંગના નામે એરસેલ કંપનીનાં ડસ્ટિ્રીબ્યુટર કૌશિક દિનેશચંદ્ર જાનીએ બંધ થઇ ગયેલી મોબાઇલની દુકાનના સિક્કા મારી ખોટા ગ્રાહકોના નામના આધારે છ કાર્ડ ઇશ્યુ કર્યાનું બહાર આવતા તેની ધરપકડ કરી હતી. વપિ્ર શખ્સની પૂછપરછમાં જુદા જુદા શહેરોના છ ડસ્ટિ્રીબ્યુટરોની સંડોવણી હોવાની કેફિયત આપી હતી. જેના આધારે એસ.ઓ.જી.એ આજે કેશોદમાં જય કોમ્યુનિકેશનના નામે એરસેલની એજન્સી ધરાવતા પ્રવીણ પાંચાભાઇ કાછડિયા, વડાલમાં દુકાન ધરાવતા પરસોત્તમ રવજી પદમાણી, એરટેલ કંપનીના ફિલ્ડ ઓફિસર નિલેશ કાંતિલાલ પ્રજાપતિ, ભંડુરી ગામે એરટેલની એજન્સી ધરાવતા જગમાલ નગાભાઇ આહીર, કેશોદમાં એરસેલ કંપનીનાં ફિલ્ડ ઓફિસર લતીફ ફારૂક મહીડા અને કેશોદમાં મોબાઇલની દુકાનમાં નોકરી કરતા રાહીલ હારૂન મહિડાની ધરપકડ કરી હતી. વિશેષ પૂછપરછ કરવા રિમાન્ડની માગણી સાથે આરોપીઓને અદાલતમાં રજૂ કર્યા હતા. કોર્ટે રિમાન્ડ રદ કરતા છ શખ્સોને જેલહવાલે કરાયા છે.