લખપત તાલુકાના ભાજપ સમર્થક ૨૦ સરપંચોનું કરાયું સન્માન
ભાસ્કર ન્યૂઝ. દયાપ | Jan 09, 2012, 04:07AM IST
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જયંતીભાઇ ભાનુશાલીએ દરેક સરપંચોને પોતાના ગામોનો સવાઁગી વિકાસ કરવા જણાવ્યું હતું. જ્યારે રમેશભાઇ મહેશ્ર્વરીએ જણાવ્યું હતું કે, તાલુકાનું નામ લખપત છે તેવી રીતે આ તાલુકાનો રહેવાસી પણ લખપતિ હોવો જોઇએ. તેમજ ધનજીભાઇ સેંઘાણીએ સરપંચોને રાવણની સાથે સરખાવીને જણાવ્યું હતું કે, સરપંચ એટલે કે, પાંચ માથાવાળો રાવણ જેના પાંચ માથા હોય જે ગામના વિકાસલક્ષી કાર્યો કરી શકે છે. ત્રિકમભાઇ છાંગાએ વિકાસના કામોમાં કોઇ અધૂરાશો હોય તો તે પૂર્ણ કરવા જણાવ્યું હતું. તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઇ જોષીએ તાલુકામાં યોજાયેલી ર૭ જેટલી ગ્રા.પં.ની ચૂંટણી પૈકી ર૦ ગામોના ભાજપના સમર્થક સરપંચો ચૂંટાયાનું જણાવીને ઉમેર્યું હતું કે, જે બાકીની હાલમાં છ જેટલી ગ્રા.પં.માં સરપંચો કાર્યરત છે તેમાંથી પાંચ જેટલા ગામના સરપંચો પણ ભાજપના હોવાથી આ તાલુકામાં ૩૩ પૈકી રપ જેટલી ગ્રા.પં.માં ભાજપના સમર્થક સરપંચો છે. મીંિઢયારી ગ્રામ પંચાયતમાં ૪૦ વર્ષ બાદ ભગવો લહેરાયો છ. ઝુઝારસિંહ ચૌહાણ, ભાણજીભાઇ સોઢા તેમજ હસમુખભાઇ ડી. પટેલે તાલુકા ભાજપનું મજબૂત સંગઠન ગણાવ્યું હતું. પ્રધ્યુમનસિંહ જાડેજા, છાયાબેન ગઢવી, પંકજભાઇ મહેતા, નયનાબેન પટેલ, જયસુખભાઇ પટેલ સહિતના આગેવાનો સાથે તાલુકાના વેરસલજી મોડજી તુંવર, વપિક્ષી નેતા મોડ જાફર, દયાપરના સરપંચ જયાબેન પટેલ, ચંદ્રીકાબેન લીંબાચિયા, અમૃતલાલ પટેલ, સુરેન્દ્રસિંહ જાડેજા, વક્રિમસિંહ સોઢા, ઓરસ નોતિયાર સહિતના તાલુકામાંથી આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન હઠુભા સોઢાએ કર્યું હતું.






