સ્થાપકનું જ એકાઉન્ટ હેક તો સામાન્ય મેમ્બરના એકાઉન્ટની સલામતી કેટલી?
ફેસબુકના સ્થાપક માર્ક ઝુકેરબર્ગના ફેસબુક એકાઉન્ટ પર આવેલા ફેન પેઇવ હેક કરી લેવાયું હતું. ઝુકેરબર્ગના હેક થઇ ગયેલા ફેન પેઇજ પર મેસેજ હેકર દ્વારા એક મેસેજ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. જો ફેસબુકના સ્થાપકનું જ એકાઉન્ટ હેક થઇ જતું હોય તો, સામાન્ય વ્યક્તિના એકાઉન્ટની સુરક્ષાની ખાતરી કેટલી?
હેકરે ફેન પેઇજ પર પોસ્ટ કરેલા મેસેજમાં લખ્યું હતું કે, ચાલો હેકિંગ શરૂ કરીએ. જો ફેસબુક પૈસા મેળવવા માગતું હોય તો, બેન્કમાં જવાને બદલે શા માટે ફેસબુકના સભ્યોને રોકાણ કરવા માટે પ્રેરવામાં ન આવે ? નોબેલ પ્રાઇઝ વિનર મોહમ્મદ યુનુસે વર્ણવ્યા મુજબ ફેસબુકનું શા માટે સોશિયલ બિઝનેસમાં રૂપાંતર ન થઇ શકે ?
સારકોઝીનું એકાઉન્ટ હેક થયું’તું
થોડા સમય પહેલાં ફેસબુક સ્થાપક નિકોલસ સારકોઝીનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું. તેના એકાઉન્ટ પર હેકરે સારકોઝીના નામથી મેસેજ પ્રસિધ્ધ કર્યો હતો કે, તે ચૂંટણી યોજવા ઇચ્છતો નથી.