કોમ્પ્યુટર વૈજ્ઞાનિક શોધ ક્ષેત્રમાં ભારત અને ચીન તરફથી મળી રહેલી ટક્કર બાબતે અમેરિકાના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાએ હવે ઉત્તમ ટેકનોલોજી તેમજ ઉત્પાદકતા પર ધ્યાન કેન્દ્રિત કરીને સાયબર સુરક્ષાના પડકારોનો સામનો કરવો પડશે.
અમેરિકી રક્ષા વિભાગના ઉપમંત્રી વિલિયમ જે લિને ફોરેન એફેર્સના નવા પ્રસિદ્ધ થયેલા અંકમાં લખ્યું છે કે અમેરિકાની સરકાર ભલે પોતાના સાયબર સેલને મજબૂત કરી રહી હોય પરંતુ તેમણે સમજવું પડશે તે લાંબા ગાળે આ પ્રકારનું વલણ કંઈક અલગ જ સંકેત આપી રહ્યું છે.
લિને લખ્યું છે કે અમેરિકાની વસ્તી દુનિયાની કુલ વસ્તીની સાડા સાર ટકા જેટલી છે. તેમજ આગામી 20 વર્ષમાં ચીન તેમજ ભારત સહિત વિશ્વના અનેક દેશો અમેરિકાની સરખામણીમાં મોટી સંખ્યામાં અતિ કુશળ વૈજ્ઞાનિકો પેદા કરી ચુક્યા હશે.
તેમણે જણાવ્યું હતું કે અમેરિકા જો સામાન્ય રીતે કુશળ સાયબર સુરક્ષા નિષ્ણાંતોનો ગંજ ખડકતું રહેશો તો તે સાયબર સ્પેસમાં પોતાના લાભની સ્થિતિ ગુમાવી દેશે. લિને જણાવ્યું હતું કે અમેરિકાની સરકારે સાયબર સુરક્ષાના પડકારોનો સામનો કરવો પડશે. તેમણે સંખ્યા વધારવાના બદલે ઉત્તમ ટેકનોલોજી અને ઉત્પાદકા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.