
-મેલિંડા જન્મી ત્યારે માત્ર માત્ર 250 ગ્રામની હતી જન્મ લેનારા દુનિયાના સૌથી નાના બાળકોમાંની એક બાળકીએ આખરે જીવનનો જંગ જીતી લીધો છે. મેલિંડા નામની આ બાળકીએ તેની માતાના ગર્ભમાં માત્ર પાંચ મહિના જ પસાર કર્યા છે. ગુલાબી કપડા અને ધાબળામાં લપેટાયેલી મેલિંડા સ્ટાર ગુડ્ડોને સ્વસ્થ થયા બાદ લોસ એન્જેલસ કાઉન્ટિ યુએસસી મેડિકલ સેન્ટરમાંથી લોકો અને ફોટોગ્રાફરોની ભીડ વચ્ચે ધામ-ધૂમથી ઘરે લઈ જવામાં આવી.
ગત 30 ઓગસ્ટે જ્યારે મેલિંડાનો જન્મ થયો ત્યારે તે માત્ર 269 ગ્રામની હતી. તે એટલી નાની હતી કે ડોક્ટરોના હાથમાં સમાઈ જતી હતી. માનવામાં આવી રહ્યું છે કે તે જીવિત રહેનારી દુનિયાની ત્રીજી અને અમેરિકાની બીજી સૌથી નાની બાળકી છે. બાળકીની મા એ કહ્યું કે "મને ખૂબ ખુશી થઈ રહી છે કે અંતે અમે તેને ઘરે લઈ જઈ રહ્યાં છીએ."
નોંધઃવાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.

