-બંને બાળકો સ્વસ્થ
-બંને ગર્ભાશયમાંથી બાળકનો જન્મ
-25 અઠવાડિયાની પ્રેગનન્સીમાં પ્રસૂતિ
બે ગર્ભાશય હોવા છતાં એક મહિલાએ બે તંદુરસ્ત બાળકોને ફક્ત 25 અઠવાડિયાની પ્રેગનન્સી પછી જન્મ આપ્યો છે.
ન્યુ યોર્ક સ્ટેટમાં પ્રાઇમરી સ્કૂલ ટીચર એલીસન કેમ્પે કાર્ટર અને ગ્રીફીનને સીઝેરીયન દ્વારા થયેલી પ્રસૂતિ દરમિયાન જન્મ આપ્યો છે. આ બંને બાળકો જન્મ્યા ત્યારે તેમનું વજન દોઢ પાઉન્ડ (700ગ્રામ) હતું.
કેમ્પે તેમના ડોક્ટરો સાથે પ્રેસ કોનફરન્સમાં જણાવ્યુ હતું કે તેઓ ફક્ત 19 વર્ષના જ હતા જ્યારે તેમને માલૂમ પડ્યું હતું કે તેઓ ભાગ્યે જ જોવા મળતી યુટરસ ડીડલફીસ (બે ગર્ભાશય) નામની મેડિકલ કન્ડિશન સાથે જન્મ્યા છે.
શારીરિક રચના
અડીને આવેલા બે ગર્ભાશયમાં એક એક ફેલોપિયન ટ્યુબ, ઓવેરી અને બે સર્વાઇસ છે.બંને બાળકો અલગ અલગ ગર્ભાશયમાં અને અલગ ફર્ટીલાઇઝ્ડ એગ્સમાંથી વિકસિત થયા છે, તેથી તેઓ દેખાવમાં એકસરખા ટ્વીન્સ નથી.
કેમ્પ અને તેમના પતિ ટીમે જ્યારે જાણ્યુ કે બે ગર્ભ રહ્યા છે ત્યારે તેમણે જમણા ગર્ભાશયમાં ત્રીજું બાળક કન્સીવ કરવાનું વિચાર્યું હતું. તેમણે એક મેડિકલ ટેલીવિઝન ડ્રામામાં આમ જોયું હતું. જે એક મજાક હતી, તેમ ડેઇલી મેલના એક અહેવાલમાં જણાવાયું છે.
કેમ્પ 23મા અઠવાડિયા સુધી કામ કરતા હતા. પ્રસૂતિ પહેલાનું એક અઠવાડિયું તે હોસ્પિટલમાં હતા, જ્યાં ડોક્ટરોએ લેબરની દૈનિક શરૂઆતેન રોકવા તેમને દવા આપી હતી. કેમ્પ આ પહેલા પણ ડાબા અને જમણા ગર્ભાશયમાંથી બે બાળકોને વર્ષના અંતરે જન્મ આપી ચૂકયા છે.