- વર્તમાન વડાપ્રધાન પુતિનના પક્ષે સેક્સી જાહેરાત બનાવતાં વિવાદ
- રશિયાની સંસદમાં ભારે હંગામો મચ્યો
રશિયાના વડાપ્રધાન વ્લાદિમિર પુતિન હંમેશા ચર્ચાઓમાં રહેતા હોય છે. આ વખતે તેમણે ચૂંટણી પ્રચાર માટે ઉત્તેજક વીડિયો બનાવી તહેલકો મચાવી દીધો છે.
સંયુક્ત રશિયન પાર્ટી માટે બનાવાયેલી આ જાહેરાતને આલોચકોએ ગેરબંધારણીય ઠેરવી છે. જાહેરાતમાં બતાવાયું છે કે એક યુવક અને એક યુવતી પોલિંગ બુથ પર એકબીજા સાથે ફ્લર્ટ કરે છે. મત આપવા માટે પહેલા યુવતી કેબિનની અંદર જાય છે પરંતુ બાદમાં થોડી જ ક્ષણોમાં તે બહાર ઉભેલા યુવકને પોતાની સાથે અંદર ખેંચી લે છે. આ યુવા જોડીની આવી કામોત્તેજક હરકત જોઇને ત્યાં ઊભેલા બે મોટા અધિકારીઓ પણ નવાઇ પામે છે.
રશિયાની સંસદમાં આ જાહેરાત અંગે ઘણો ઉહાપોહ મચ્યો. સાંસદોએ તેને સંવિધાનનું ઉલ્લંઘન ગણાવી છે. રશિયન અખબાર ઇસ્વેસ્તિયા પ્રમાણે સાંસદ ગેનાડી ગુડકોવે કહ્યું છે કે તેઓ આ જાહેરાતની તપાસ કરાવવા માંગે છે કે કેવી રીતે પોલિંગ બુથમાં એક જ સમયે બે વ્યક્તિઓને જવાની મંજૂરી ફિલ્માવવામાં આવી છે.