- ન્યૂઝીલેન્ડના એક ચર્ચે જ લગાવ્યા પોસ્ટર, લોકોમાં ભારે રોષ ફેલાયો
ક્રિસમસ પહેલા ન્યૂઝીલેન્ડમાં વર્જીન મેરીના એક પોસ્ટર મામલે ભારે હોબાળો મચ્યો છે. આ પોસ્ટરમાં વર્જીન મેરીને ઇશારામાં પ્રેગનેન્ટ બતાવાયા છે.
પોસ્ટરમાં વર્જીન મેરી જેવી લાગતી એક યુવતીને બતાવાઇ છે. તેના હાથમાં પ્રેગનેન્સી ટેસ્ટની કિટ છે. પ્રેગનેન્સી પોઝીટિવ જોઇને તેના ચહેરા પર નવાઇના ભાવ છે. ખાસ વાત એ છે કે આ બિલબોર્ડને ઓકલેન્ડના એક ચર્ચ સેન્ટ મેથ્યુ ઇન ધ સિટીએ લગાવ્યું છે.
ચર્ચે પોતાની વેબસાઇટમાં કહ્યું કે આ પોસ્ટર દ્વારા હંગામો પેદા કરવાનો તેનો કોઇ ઇરાદો નથી. તે ઇચ્છે છે કે ક્રિસમસના પ્રસંગે સમાજમાં ચર્ચા થાય.
ચર્ચની વેબસાઇટ પ્રમાણે બિલબોર્ડ મેરી ઇઝ ઇન ધ પિંકનો ઇરાદો સમાજમાં ભાવુક અને ઘસાયેલા વિચારોને છોડીને તેના પર એક નવી ચર્ચા શરૂ કરાવવાની કોશિષ છે.
બીજીતરફ ચર્ચની આ હરકત લોકોને મંજૂર નથી. ગુસ્સે ભરાયેલા લોકોએ ચર્ચ વિરૂદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું અને પોસ્ટર ફાડી નાંખ્યા. ઉલ્લેખનીય છે કે 2009માં પણ આ ચર્ચ આ જ પ્રકારનો વિવાદ પેદા કરી ચૂક્યું છે. એ સમયે મેરી અને જોસેફને સેક્સ બાદ પથારીમાં નગ્નાવસ્થામાં સુતેલા દેખાડાયા હતા. આ અંગે પણ ખૂબ હંગામો થયો હતો અને ચર્ચ પર થયેલા હુમલા બાદ પોસ્ટર હટાવવા પડ્યા હતા.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.