દુનિયાનું એક એવું ગામડું જ્યાં માત્ર સાંઈઠ સેન્ટિમીટરની રેલવેલાઈન દ્વારા અવર-જવર શક્ય છે. અહીની કુલ વસ્તી અઢાર લોકોની છે. અહીં દુનિયાની સૌથી નાની શાળા આવેલી છે. જેમાં માત્ર ત્રણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગામમાં કુલ ચાર વિસ્તાર છે. જેમાંથી એક વિસ્તારમાં તો માત્ર એક જ શખ્સ રહે છે. ચારેય તરફથી કળણવાળા વિસ્તારોથી આ ગામ ઘેરાયેલું છે. વાસ્તવમાં આ ગામડનું સમુદ્રની નજીક આવેલું છે. જ્યારે સમુદ્રમાં ભરતી આવતા જહાજ અને હોડીઓનો ઉપયોગ થાય છે. એક સમયે અહીંની વસ્તી 32 હતી, જે વર્ષ 2008માં તેમની વસ્તી 27 હતી. હાલ આ વસ્તી ઘટીને 18 પર પહોંચી ગઈ છે.
નૉરટ્રાંડિસ્કમૂર ગામનું એક દ્રશ્ય જેને સ્થાનિક લોકો લટમૂર તરીકે પણ ઓળખે છે.
સામાન લાવવા-લઈ જવા માટે આ પ્રકારની ગાડીઓનો ઉપયોગ થાય છે.
જ્યારે લોકોની અવરજવર માટે આ પ્રકારની ગાડીનો ઉપયોગ થાય છે.
3.6 કિલોમીટરનો એક માત્ર રસ્તો ગામડાને જમીન માર્ગે બહારના વિશ્વ સાથે જોડે છે.