- અમેરિકાને ધમકાવતાં ઇરાને કરેલા મિસાઇલ પરિક્ષણનો જુઓ વીડિયો
ઇરાને સ્ટ્રેટ ઓફ હોરમુજમાં નૌકાદળના 10 દિવસીય અભ્યાસના છેલ્લા દિવસ સોમવારે સ્વદેશ નિર્મિત ઘણા અન્ય હથિયારોનું સફળ પરિક્ષણ કર્યું હતું. સમાચાર એજન્સી સિન્હુઆ પ્રમાણે આ અભ્યાસના છેલ્લા દિવસે જેનું પરિક્ષણ કરાયું તેમાં જમીન પરથી સમુદ્રમાં પ્રહાર કરનારી લાંબા અંતરની મિસાઇલ કાદર પણ સામેલ હતી.
ઇરાનના નૌકાદળના રીયર એડમિરલ સૈયદ મહેમુદ મોસવીએ કહ્યું કે મિસાઇલને સાચુ નિશાન તાકવા માટે સક્ષમ બનાવાઇ છે. તેણે કહ્યું કે ઇરાને પૂર્વ નિર્ધારિત લક્ષ્યનું નિશાન સાધનારી ઓછી અંતરની ક્ષમતા ધરાવતી નાસર મિસાઇલનું પણ પરિક્ષણ કર્યું હતું સાથે જ સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી નૂર મિસાઇલનું પણ પરિક્ષણ કરાયું હતું.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.