આ બકરીને પાણી સાથેએટલો પ્રેમ થઈ ગયો છે કે હવે તે કેલેફોર્નિયાના પિસ્મો બીચ ઉપર વોટર સર્ફિંગ કરીને વચ્ચે આવનારા લોકોનું ભરપુર મનોરંજન કરી રહી છે.
જોકે સુરક્ષાની દ્રષ્ટિએ આ બકરીને સર્ફિંગ પહેલા હંમેશા એક પીળા રંગનો જીવન રક્ષણ જેકેટ પહેરાવવામાં આવે છે.
- "તેઓએ આ બકરીને પોતાના ગાર્ડનમાં ઉગેલા નિંદણને ખાવા માટે ખરીદી હતી."
- ગજબની છે આ પ્રેમ કહાની, મેક્ગ્રેગોર બકરીને પ્રેમ કરે છે અને બકરી પાણીને
- તેઓને તેની સાથે પ્રેમ થઈ ગયો અને તેને હંમેસા માટે પાળવાનો નિર્ણય કરી દીધો
- બકરી બોટ ઉપર ઊભી થઈને સંતુલન જાળવી સરળતાથી વોટર સર્ફિંગ કરી શકે છે
આ બકરીના માલિક ડાયના મેક્ગ્રેગોરનું કહેવુ છે કે "તેઓએ આ બકરીને પોતાના ગાર્ડનમાં ઉગેલા નિંદણને ખાવા માટે ખરીદી હતી."
પરંતુ થોડા સમયમાં જ તેઓને આ બકરી એટલી પસંદ આવી ગઈ કે તેઓને તેની સાથે પ્રેમ થઈ ગયો અને તેને હંમેસા માટે પાળવાનો નિર્ણય કરી દીધો.
બન્ને વચ્ચે હવે એક ખાસ પ્રકારનો સંબંધ બંધાઈ ચુક્યો છે. મેક્ગ્રેગોરને જ્યારે બકરીનો પાણી પ્રત્યેનો પ્રેમ સમજાયો ત્યારે તેઓએ તેને સર્ફિંગની ટ્રેઇનિંગ આપવાની શરૂ કરી દીધી. હવે આ બકરી પોતાના ચારેય પગ ઉપર ઊભી થઈને સંતુલન જાળવી સરળતાથી વોટર સર્ફિંગ કરી શકે છે.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.