અમેરિકા દ્વારા એચ-1બી અને એલ-1 વિઝા ફીમાં કરવામાં આવેલા વધારા બાબતે અમેરિકા હવે ભારતીય કંપનીઓ પર પડનારા આર્થિક બોજને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા પી જી ક્રાઉલે જણાવ્યું હતું કે અમે ભારત સરકાર સાથે કાયદાની વિશિષ્ટતા અંગે વાતચીત કરી રહ્યા છીએ. તેમજ વિઝા ફીમાં કરવામાં આવેલા વધારાથી ભારતીય કંપનીઓ પર પડનારા પ્રભાવને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જો કે અમેરિકાને એવું નથી લાગતું કે આ માટે કોઈ ખાસ પગલા લેવાની જરૂર છે.
નોંધનીય છે કે અમેરિકા દ્વારા વિઝા ફીમાં કરવામાં આવેલા વધારા બાદ ભારતે આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકા દ્વારા વિઝા ફીમાં કરવામાં આવેલા વધારાને કારણે ભારતીય કંપનીઓએ વધારાનો નાણાકિય બોજ વહન કરવો પડી શકે છે.
વોલ સ્ટ્રીટ જર્નલ માટે બ્લોગ લખી રહેલી રુપા એસ દેહેઝિયાએ કહ્યું છે કે વિઝા ફીમાં કરવામાં આવેલા વધારાને કારણે ફક્ત રાજકિય નેતાઓને ફાયદો થશે.