-અમેરિકાના વિદેશ મંત્રાલયે હવે ટ્વીટર દ્વારા દુનિયાના સંપર્કમાં રહેવાનો નિર્ણય કર્યો
-અરેબીક, ચાઈનીઝ, ઈંગ્લિશ, ફારસી, ફ્રેન્ચ, હિન્દી, પોર્ટુગીઝ, રશિયન, સ્પેનિશ અને ઉર્દૂમાં જવાબો આપશે
-દુનિયાભરમાં ફેલાયેલા અમેરિકી દુતાવાસો પણ વિવિધ માધ્યમો મારફતે જનસંપર્ક વધારવાના પ્રયાસો કરશે
વોશિંગ્ટનઃલોકો સાથે સંપર્કમાં રહેવા માટે ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાના પ્રયાસોના ભાગરૂપ અમેરિકાના વિદેશ મંત્રાલયે હવે ટ્વીટર દ્વારા દુનિયાના સંપર્કમાં રહેવાનો નિર્ણય કર્યો છે. અમેરિકી વિદેશ મંત્રાલય હવે તેના દરેક બ્રિફિંગ ટ્વીટર પર પણ મૂકશે, એટલું જ નહીં તે જુદી જુદી ભાષાઓમાં લોકોના સવાલોના જવાબ પણ ટ્વીટર પર આપશે, આ ભાષાઓમાં હિન્દી અને ઉર્દૂનો પણ સમાવેશ થાય છે.
અમેરિકી વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે આ સપ્તાહથી વિદેશ મંત્રાલયના પ્રવકત્તા વિક્ટોરીયા નુલાન્ડ ટ્વીટરની સત્તાવાર ફીડ દ્વારા દુનિયાભરના લોકોના સવાલોના જવાબ પણ આપશે. આ ભાષાઓમાં અરેબીક, ચાઈનીઝ, ઈંગ્લિશ, ફારસી, ફ્રેન્ચ, હિન્દી, પોર્ટુગીઝ, રશિયન, સ્પેનિશ અને ઉર્દૂનો સમાવેશ થાય છે.
આ દૈનિક બ્રિફિંગ જાહેર જનતા માટે પણ ખુલ્લું રહેશે, એટલું જ નહીં દુનિયાભરમાં ફેલાયેલા અમેરિકી દુતાવાસો પણ વિવિધ માધ્યમો મારફતે જનસંપર્ક વધારવાના પ્રયાસો કરશે.
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવકત્તા નુલાન્ડને #AskState ટેગ હેઠળ નીચેની કોઈપણ ટ્વીટર ફીડ પર સવાલો પૂછી શકાશેઃ @StateDept (English), @USAbilAraby (Arabic), @USA_Zhongwen(Chinese), @USAdarFarsi (Farsi), @USAenFrancais (French),@USAHindiMein (Hindi), @USAemPortugues (Portuguese),@USApoRusski (Russian), @USAenEspanol (Spanish) and @USAUrduUrdu)