ભારતની મજબૂત અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વિશ્વની મહાસત્તા એવા અમેરિકાએ હવે તેની યુનિવર્સિટીઓમાં બે વર્ષીય હિન્દી કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજના અંતર્ગત એમબીએના વિદ્યાર્થીઓને ભારતના વેપાર સંવર્ધનના પાઠ ભણાવવામાં આવશે.
અમેરિકન યુનિવર્સિટી ઓફ પેનસેલ્વેનિયાના લાઉડર ઈન્સ્ટિટ્યૂટમાં આ અભ્યાસક્રમ ચલાવવામાં આવશે. યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે 2011 સુધી હિન્દી કાર્યક્રમ શરૂ કરવાની તેની યોજના છે. જેમા ભાષા, ભારતીય સંસ્કૃતિનું અધ્યયન, રાજનીતિ, મુલ્યો અને વેપાર બાબતે અભ્યાસ કરાવવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અંતર્ગત એમબીએના વિદ્યાર્થીઓને બે મહિલા સુધી ભારતમાં કામ કરવાનો મોકો મળશે. જેના કારણે વિદ્યાર્થીઓ સારા કેરિયરના વિકલ્પો શોધી શકે.
લાઉડર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ગવર્નન્સના સભ્ય અને સન ગ્રુપ ઓફ કંપનીઝના ઉપાધ્યક્ષ શિવ ખેમકાએ જણાવ્યું હતું કે ભારત 21મી સદીમાં મજબૂત અર્થવ્યવસ્થાઓમાંથી એક છે.