અમેરિકાના ન્યૂયોર્કના ગ્રાઉન્ડ ઝીરો ખાતે મસ્જિદના નિર્માણનો વિરોધ પુરો થવાનું નામ લેતો નથી. ગ્રાઉન્ડ ઝીરો પર મસ્જિદના નિર્માણના અભિયાનની આગેવાની લેનાર ઈમામે ભૂતકાળમાં આપેલા એક નિવેદને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.
ઈમામ ફેસલ અબ્દૂલ રઉફે 2005ના વર્ષમાં ઓસ્ટ્રેલિયાના બાબ હોક સેન્ટર ખાતે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે અલકાયદાએ જેટલા નિર્દોષ અને ગેર મુસ્લિમ લોકોની હત્યા કરી છે, તેની સરખામણીમાં અમેરિકાએ મોટી સંખ્યામાં મુસ્લિમોના લોહીથી પોતાના હાથ રંગ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે અમે એ વાતને ભૂલવા માગીએ છીએ કે અલકાયદા દ્વારા માર્યા ગયેલા ગેર મુસ્લિમ લોકોની સરખામણીમાં અમેરિકાના હાથે માર્યા ગયેલા મુસલમાનોની સંખ્યા ખૂબ વધારે છે. આ ઈન્ટરવ્યૂ ઈન્વેસ્ટીગેટિવ પ્રોજેક્ટ ઓન ટેરરિઝમ નામના એક સંગઠન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ સંગઠન પોતાને એક એવા સમૂહ તરીકે ઓળખાવે છે જેની પાસે કટ્ટરપંથી આતંકવાદી સંગઠનો વિશે મોટી માહિતી ઉપલબ્ધ છે.
ઈમામ રઉફે જણાવ્યું હતું કે અમેરિકાના નેતૃત્વમાં ઈરાક પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે પાંચ લાખ કરતા વધારે બાળકોના મોત થયા હતાં.