પોતાના દેશમાં કાયદાની આડમાં અમેરિકન દવા કંપનીઓ અન્ય દેશોના લોકો સાથે અન્યાય કરી રહી છે. અમેરિકન દવા કંપનીઓ દ્વારા તેના દેશમાં બનતી દવાઓના પ્રયોગ ભારત જેવા વિકાસશીલ તેમજ યુગાન્ડા, નોર્વે જેવા ગરીબ દેશોના બાળકો પર કરવામાં આવી રહ્યા છે. આ દવાઓનું ગરીબ દેશોના બાળકો પણ પરિક્ષણ કરવામાં આવ્યા બાદ તેને અમેરિકન બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ધ ડ્યૂક ક્લીનિકલ રિસર્ચ દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફાર્મા કંપનીના આવા કૃત્યની ભરપૂર નિંદા કરવામાં આવી છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે કંપનીઓ ગરીબ દેશના લોકો પર દવાનો એવી રીતે પ્રયોગ કરે છે જેવી રીતે લેબોરેટરીમાં ઉંદર પર પ્રયોગ કરવામાં આવે છે.
આ દવાની અસર ગરીબ દેશના બાળકો પર કેવી થશે, તેની આ કંપનીઓને કોઈ પડી નથી. વિકાસશીલ દેશોમાં પણ આશરે 174 જેટલા પરિક્ષણો કરવામાં આવ્યા છે. જેના કારણે અનેક બાળકોને ઈન્ફેક્શન લાગ્યાનું સામે આવ્યું છે.
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે બાળકોની એવી કેટલિય બીમારીઓ છે જેનો પ્રયોગ ઉંદર અથવા મોટી ઉંમરના લોકો પર કરવામાં આવે છે. પરંતુ આ પ્રયોગમાં દવાના અસર અંગે ચોક્કસ માહિતી મેળવી શકાતી નથી. આ માટે બાળકો પર જ આ દવાનો પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ દવાના ઈન્ફેક્શનથી પોતાના દેશના બાળકોને બચાવવા માટે અમેરિકાની કંપનીઓએ ગરીબ દેશોના બાળકો પર આવા પ્રયોગ કરવાનું શરૂ કર્યું છે. આવું કરવા પાછળનું બીજું મુખ્ય કારણ પૈસા કમાવાનું પણ છે.
અમેરિકાના કાયદા પ્રમાણે ફાર્મા કંપનીઓને બાળકોની દવાના યોગ્ય પ્રયોગ બાદ છ મહિનાનો વધારાનો પેટન્ટનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ વધારાના સમયને કારણે કંપનીઓને ખૂબ ફાયદો થઈ રહ્યો છે. 1997થી લઈને અત્યાર સુધી કુલ 150 દવાઓને મંજૂરી આપવામાં આવી છે.