અમેરિકામાં હોલિવૂડ સિટી નજીક બનેલું મંદિર ઈકોફ્રેન્ડલી ડિઝાઈનના કારણે લોકપ્રિય
અમેરિકામાં બંધાયેલા સૌથી મોટા હિન્દુ મંદિરોમાંનું એક તેના ઉદ્ઘાટન સાથે જ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. લોસ એન્જલસમાં હોલિવૂડ સિટીની નજીક આ મંદિર 100 મિલિયન ડોલરના ખર્ચે બંધાયું છે.જે તેની ભવ્યતા અને એન્વાયરમેન્ટ-ફ્રેન્ડલી ડિઝાઇનના કારણે ખૂબ જ લોકપ્રિય થઇ ગયું છે.
મંદિરના વડાએ જણાવ્યું હતું કે બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા(બેપ્સ)ના ૬૮મા સ્વામીનારાયણ મંદિરનું ઇટાલિયન મેરેર માર્બલના 35,000 ટુકડાઓ અને ભારતના રેતિયા પથ્થરનો ઉપયોગ કરીને નિર્માણ કરવામાં આવ્યું છે. બેપ્સે જણાવ્યું હતું કે આ મંદિર વિશ્વનું સૌપ્રથમ ભૂકંપપ્રૂફ મંદિર છે અને છેલ્લા 1,000 વર્ષમાં આવા એકેય મંદિરનું નિર્માણ થયું નથી. ચિનો હિલ મેયર પીટર રોજર્સે જણાવ્યું હતું કે આ ભવ્ય મંદિર એ તમારી ઉપાસનાની સખત મહેનતનું સુંદર પરિણામ છે.
આ મંદિરનિર્માણ માટે ઘણાં વર્ષો મહેનત કરવી પડી છે. 23મી ડિસેમ્બરે ભવ્ય મંદિરના ઉદ્ઘાટન સમયે મેયર પીટરે કહ્યું હતું કે આ મંદિર અને ચિનો હિલ એ ખરેખર એવાં સ્થળો છે જેનું ચિનો હિલ્સ દાયકાઓ અને પેઢીઓ સુધી ગૌરવ લેશે.ભવ્ય સ્વામીનારાયણ મંદિર ખાતેનું કોતરણી કામ, હિન્દુત્ત્વની ઐતિહાસિક સમજ, પ્રેરણા, શ્રદ્ધા અને સમર્પણની ભાવનાને ઉજાગર કરે છે. બેપ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચિનો હિલ્સમાં આરસના પથ્થરોએ આકાર ધારણ કર્યો તે પહેલાં આર્ટિસ્ટોએ પ્રેમ, કૌશલ્ય અને ધીરજથી તેના પર ભારતમાં કોતરણીકામ કર્યું હતું.
સ્વામીનારાયણ મંદિરની ભવ્યતા પર એક નજર