છેલ્લા થોડા દિવસોથી ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી આક્ષેપબાજીને હળવી કરવાનો પ્રયાસ કરતા ચીને જણાવ્યું હતું કે બંને દેશોએ એક-બીજાને પોતાના દુશ્મન કે હરીફ તરીકે જોવા જોઈએ નહીં.
ચીનના વડાપ્રધાન વેન જિયાબાઓ તથા વ્હાઈટ હાઉસના બે પ્રમુખ અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીતમાં તિબેટ, તાઈવાન સાથે વેપાર અને યુઆન સહીત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન જિયાબાઓએ જણાવ્યું હતું કે બંને દેશોએ એક-બીજાને પ્રતિસ્પર્ધી સમજવું જોઈએ નહીં.